Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૨ હજારના સામાનની ચોરીની કરાઈ ફરિયાદઃ
જામનગર તા. ૨૪ઃ લાલપુરના સાજડીયારી ગામમાં પહાડી વિસ્તારમાં આવેલા પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાંથી કોઈ શખ્સ ૧૧૦ લીટર ઓઈલ તથા ૧૫ કિલોની કોઈલ કાઢી જતાં પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
લાલપુર નજીક આવેલા સાજડીયારી ગામમાં અવાવરૃ પહાડી વિસ્તારમાં સરકારી ખરાબામાં સર્વે નં.૨૪/૧માં સર્વોદય જહાજ એન્ટરપ્રાઈઝ નામની પેઢી દ્વારા માગવામાં આવેલા વીજજોડાણના પગલે પીજીવીસીએલ દ્વારા ત્યાં ટ્રાન્સ ફોર્મર મુકવામાં આવ્યું હતું.
તે ટ્રાન્સફોર્મરમાંથી ગઈ તા.૨ર-૮ના દિવસથી તા.૯-૧-૨૪ દરમિયાન કોઈ શખ્સો ૧૧૦ લીટર ઓઈલ તેમજ અંદાજે ૧૫ કિલો વજનની કોઈલ કાઢી ગયા હતા. તેની જાણ થતાં પીજીવીસીએલના નાયબ ઈજનેર ગોવિંદ ડી. ખરાડીએ લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કુલ રૃા.૩૧ હજારનો સામાન ચોરી જવા અંગે અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial