Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને
જામનગર તા. ૨૪ઃ રાજકોટ ઝોનના મહિલા અને બાળ વિકાસ વિભાગની પ્રાદેશિક કચેરીના સહયોગથી જામનગર મહમનગરપાલિકાની આઈસીડીએસ શાખા દ્વારા કિશોરીઓ માટે જાગૃતિલક્ષી કાર્યક્રમ સંસદસભ્ય પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
પૂર્ણા યોજના અંતર્ગત ૧પ થી ૧૮ વર્ષની કિશોરીઓ માટે એચબી ક્વીન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિજેતાઓને ઈનામ આપવામાં આવ્યા હતાં. ર૦૦ કિશોરીઓને હાઈજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર, તેડાગર માતા યશોદા એવોર્ડ, ચેક વિતરણ તથા કાર્યકર, હેલ્પરને સાડી વિતરણ કરવામાં આવ્યું હતું.
આઈસીડીએસના ઈન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસરે સૌનું સ્વાગત કર્યું હતું. રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર પૂર્વિબેન પંચાલે કાર્યક્રમની રૃપરેખા રજૂ કરી હતી. ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સંસદસભ્ય પૂનમબેન માડમ, સાઈબર ક્રાઈમના અધિકારી, મહિલા આઈટીઆઈના સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ચર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રણછોડભાઈ, મેડિકલ ઓફિસર આંબલિયા વગેરેએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
આ કાર્યક્રમમાં મનપા સ્થાયી સમિતિના ચેરમેન નિલેષભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોષી, આરોગ્ય સમિતિના અધ્યક્ષા અલ્કાબા જાડેજા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, કોર્પોરેટર સુભાષભાઈ જોષી, જયેન્દ્રસિંહ ઝાલા, ગોપાલભાઈ સોરઠિયા, પરાગભાઈ પટેલ, વર્ષાબા જાડેજા, પ્રભાબેન ગોરેચા, સરોજબેન વિરાણી, શારદાબેન વિંઝુડા, નાયબ મ્યુનિ. કમિશનર વાય.ડી. ગોહિલ, અન્ય અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial