Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવે... તંત્રો સફાળા જાગ્યા... પાપ છાપરે ચઢીને પોકારે છે!
અમદાવાદ તા. ર૪ઃ વડોદરામાં બોટ દૂર્ઘટના પછી હવે રાજ્યના તંત્રો સફાળા જાગ્યા છે. બેટદ્વારકા જતી બોટોમાં મુસાફરોને લાઈફ જેકેટ પહેરાવાઈ રહ્યા છે, તો રાજ્યભરમાં બોટથી સ્કૂબા ડાઈવીંગ, સ્વીમીંગ એડવેન્ચર્સ વગેરેના પરવાના તથા સુરક્ષા-સલામતિની વ્યવસ્થાઓ અને સાધનો અંગે તપાસ કરવામાં આવી રહી છે.
અહેવાલો મુજબ અમદાવાદમાં તંત્રે રિવરફ્રન્ટ પર બોટીંગ જ બંધ કરાવી દેવાયું છે અને પોલીસ ક્લિયરન્સ જ નહીં હોવાનું બહાર આવતા સવાલો ઊઠ્યા છે કે અત્યાર સુધી એ.એમ.સી. શું કરતું હતું? લોકોના જીવ જોખમ મૂકતી આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ કોના ઈશારે ધમધમતી હતી?
રાજ્યના સ્વીમીંગ પુલો, જોખમી રાઈડ્સ, સ્કૂબા ડ્રાઈવીંગ, બોટીંગ, ફેરી બોટ સેવાઓ, વોટર પાર્કસ, દરિયાઈ પ્રવૃત્તિઓ, ફીશીંગ અને અન્ય એડવેન્ચર્સની પ્રવૃત્તિઓ કરતા તમામ સ્થળોનું ઊંડુ ચેકીંગ થઈ રહ્યું છે અને જ્યાં ખામી દેખાય ત્યાં તત્કાળ કદમ પણ ઊઠાવાઈ રહ્યા છે, ત્યારે લોકો એવી ટકોર કરી રહ્યા છે કે, જો આવી તકેદારી પહેલેથી જ રખાઈ હોત, તો હરણી દૂર્ઘટનામાં આટલાબધા માસુમોના જીવ જતા અટકાવી શકાયા હોત...
હાલારમાં પણ લાંબા દરિયા કિનારો છે. ઘણાં સ્થળે નદી કાંઠે જ તીર્થસ્થળો કે હરવા-ફરવાના સ્થળો વિકસ્યા છે. કેટલાક સ્થળે તળાવો-સરોવરોના કાંઠે પણ વિવિધ પ્રવૃત્તિઓ ધમધમતી હોય છે. શિવરાજપુર, મીઠાપુર, બેટદ્વારકા, ઓખામઢી, હર્ષદ વગેરે રમણિય દરિયાકિનારો તથા બીચ આવેલા છે, જ્યાં વિવિધ પ્રવૃત્તિઓ સતત થતી હોય છે. દરિયાઈ ડૂબકી માટેની સ્કૂબા ડાઈવીંગની પ્રવૃત્તિઓ, બોટીંગ તથા ફેરી સર્વિસ વગેરે પ્રકારની વિવિધ એક્ટિવિટીઝ દરમિયાન હજુ ઘણી બધી સાવચેતીઓ જરૃરી છે અને જરૃરી પરવાનગીઓ લેવાઈ જ ન હોય તેવા કિસ્સામાં કડક દંડ-સજા અને પરવાનગીઓ જે શરતે અપાઈ હોય, તે શરતોનું ઉલ્લંઘન થયું હોય, પૂર્વ-નિર્ધારિત શરતોનું પાલન થતું ન હોય, તેવી પ્રવૃત્તિઓ તત્કાળ બંધ કરાવીને નિયમ-કાયદાઓનું ઉલ્લંઘન કરતા લોકોને જેલભેગા કરીને તત્કાળ કડક કદમ ઊઠાવવા જોઈએ, તેવો જનાક્રોશ પ્રગટી રહ્યો છે.
હરણી દૂર્ઘટના પછી અત્યારે તો રાજ્યવ્યાપી ચેકીંગ અને કડક કદમ ઊઠાવવાનું તંત્રો દ્વારા શરૃ કરાયું છે, પરંતુ તે કાયમી ધોરણે ચાલવું જરૃરી છે, સામાન્ય રીતે આવી દૂર્ઘટના પછી પાંચ-પંદર દિવસ માટે આ પ્રકારની સખ્તાઈના નાટકો થયા પછી થોડા મહિનાઓમાં જ ફરીથી સ્થિતિ 'જૈસે થે' થઈ જતી હોય છે, અને જનતા પણ બધું ભૂલી જતી હોય છે, પરંતુ આ વખતે કમ-સે-કમ એપ્રિલ-મે મહિના સુધી તો પ્રજા બધું યાદ રાખવાની જ છે, તે ભૂલાય નહીં હો...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial