Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની
જામનગર તા. ર૪ઃ જામનગર જિલ્લ્ સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. લાલપુરની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે.
જામનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. લાલપુરની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સામાન્ય ચૂંટણી ર૦ર૪ નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ ઉમેદવારી પત્રો તા. ર૯ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી સુધી ૧૧ થી ૧પ કલાક દરમિયાન મેળવી શકાશે. ૧ ફેબ્રુઆરી ૧૧ થી ૧પ કલાક દરમિયાન ઉમેદવારી પત્રો ભરીને રજૂ કરવાની છેલ્લી તારીખ છે. મળેલા ઉમેદવારી પત્રોની યાદી ર૯ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી સુધીમાં ૧૭ કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ઉમેદવારી પત્રોની ચકાસણી પ ફેબ્રુઆરીના સવારે ૧૧ કલાકથી કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી શરૃ રહેશે. માન્ય ઉમેદવારી પત્રોની યાદી ૬ ફેબ્રુઆરીના ૧પ કલાકે પ્રસિદ્ધ કરાશે. ૭ અને ૮ ફેબ્રુઆરીના ૧૧ થી ૧પ કલાક સુધીમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. હરિફ ઉમેદવારોની આખરી યાદી ૯ ફેબ્રુઆરીના ૧પ કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે.
જો મતદાન કરવાનું થશે તો ૧૪ ફેબ્રુઆરીના મામલતદાર કચેરી લાલપુરમાં ૧૦ થી ૧૭ કલાક સુધી મતદાન, ૧૬ ફેબ્રુઆરીના મતગણતરી પૂરી થશે. તુરંત જ ૫રિણામ જાહેર કરાશે.
આ તમામ કામગીરી મામલતદાર કચેરી, લાલપુરમાં યોજાશે તેમ ચૂંટણી સત્તાધિકારી તથા પ્રાંત અધિકારી લાલપુરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial