Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ટેરા હર્ટઝ થેરાપી દ્વારા વિનામૂલ્યે સારવાર કેમ્પનું આયોજન

વર્લ્ડઓફ વૈભવ સંસ્થા દ્વારા

જામનગર તા. ર૪ઃ જામનગરમાં ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ અને કેન્સર કેર કાઉન્સિલ આયોજીત 'વર્લ્ડ ઓફ વૈભવ સંસ્થા' દ્વારા ભારતમાં સૌ પ્રથમ વાર આવેલી અત્યંત આધુનિક 'ટેરા હર્ટઝ' થેરાપી દ્વારા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં કોઈપણ પ્રકારના દુઃખાવા માટે પાંચ દિવસ સંપૂર્ણ નિઃશુલ્ક થેરાપી આપવામાં આવશે. જેમાં સાંધાના દુઃખાવા, કમરના દુઃખાવા, સ્નાયુના દુઃખાવા, ખાલી ચડી જવી, પેરાલિસિસ, નસ ચડી જવી, વા અને ગઠીચા, થાઈરોડ, ડાયાબિટીસ, કરોડરજ્જુને સમસ્યા અત્યંત આધુનિક પદ્ધતિથી નિઃશુલ્ક પાંચ દિવસ સારવાર કરવામાં આવશે. દર્દીઓએ સારવાર માટે જુની ફાઈલ સાથે લાવી અને તમામ દર્દીઓને બી.પી. અને ડાયાબિટીસ ચેક અપ કરી આપવામાં આવશે. આ કેમ્પ ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ પવનચક્કી રોડ, તા. રપ-૧-ર૦ર૪ ને ગુરુવારના સવારે ૯-૩૦ કલાકે શરૃ થશે. દર્દીઓને નિઃશુલ્ક સેવાનો લાભ લેવા ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી કીર્તિભાઈ દોઢિયા અને પ્રોજેક્ટ ચેરમેન વિઠ્ઠલભાઈ ધોળકિયાએ અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh