Advertisement
Author: નોબત સમાચાર

શંકરટેકરીમાંથી સપ્તાહ પૂર્વે આસામીના બાઈકની ચોરી

જામનગર તા. ૨૪ઃ જામનગરના શંકરટેકરી વિસ્તારમાં વસવાટ કરતા એક આસામીનંુ હીરો મોટરસાયકલ સપ્તાહ પૂર્વે ઘર પાસેથી ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જામનગરના શંકરટેકરી વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતા અર્જુનસિંહ જયદીપસિંહ વાઢેર નામના આસામીએ ગઈ તા.૧૬ની રાત્રે પોતાનું જીજે-૧૦-ડીબી ૬૦૧૮ નંબરનું હીરો મોટરસાયકલ ઘરની બહાર રાખ્યું હતું. અંદાજે રૃા.૨૫ હજારનું આ મોટરસાયકલ સવાર સુધીમાં ચોરાઈ ગયું છે. સિટી-સી ડિવિઝનમાં તેની ફરિયાદ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh