Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની હોસ્પિટલમાં આયુષ્માનકાર્ડ હેઠળ પેટની ગાંઠનું ઓપરેશન સફળઃ લાભાર્થી

મેરી કહાની.... મેરી જુબાની

જામનગર તા. ૨૪ઃ જન-જનના સપના સાકાર કરતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્માન કાર્ડ હેઠળ લાભ મેળવનાર લાભાર્થી છત્રસિંહ સોઢાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમારા આંગણે ખુશીઓ લઈને આવી છે. મારા પેટની ગાંઠનું નિઃશુલ્ક ઓપરેશન જામનગરની સારી હોસ્પિટલમાં થઈ શકયું છે.

સમગ્ર વિશ્વમાં અત્યારે સૌથી મોટી આરોગ્યલક્ષી યોજના તરીકે ગણાતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી દેશના કરોડો ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકો નિઃશુલ્ક સારવાર મેળવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં આ યોજના અંતર્ગત ૧૦ લાખ રૃપિયા સુધીની મફત આરોગ્યલક્ષી સારવાર લાભાર્થીઓને પૂરી પાડવામાં આવે છે. ચાલુ વર્ષે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજન થકી રાજ્યના છેવાડાના વિસ્તારોના લોકો અનેક લાભ મેળવી રહ્યા છે.

મેરી કહાની, મેરી જુબાનીમાં વસઈ ગામના લાભાર્થી સોઢા છત્રસિંહ છનુભા જણાવે છે કે, મેં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માનકાર્ડ કઢાવ્યું છે. થોડા સમય પૂર્વે મારા પેટમાં ગાંઠ થઈ ગઈ હતી. તેનું ઓપરેશન કરાવવાનું હોવાથી મેં ર પ્રાઈવેટ હોસ્પિટલમાં સંપર્ક કર્યો હતો. જ્યાંથી મને એક-દોઢ લાખ રૃપિયાનો ખર્ચ થશે તેમ જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ મેં જામનગર શહેરમાં ઓશવાળ હોસ્પિટલમાં સંપર્ક કર્યો હતો. ઓશવાળ હોસ્પિટલ દ્વારા એકપણ રૃપિયો લીધા વગર મારા પેટનું ઓપરેશન કરવામાં આવ્યું છે. હવે મારી તબિયત સારી છે.

લાભાર્થી છત્રસિંહ સોઢાને ઓપરેશન કરાવ્યા પછી ઘરે જવા માટે તેમને રાજ્ય સરકાર તરફથી રૃા. ૩૦૦ રૃપિયાનો રિક્ષાભાડા માટેનો ચેક આપવામાં આવ્યો હતો. તેમજ ઓશવાળ હોસ્પિટલ તરફથી તેમને ૧પ દિવસની દવા વિનામૂલ્યે આપવામાં આવી હતી. સોઢા છત્રસિંહજીની તબિયત હવે સ્વસ્થ છે, અને તેઓ પુનઃ કાર્યરત બન્યા છે. તેમને કોઈપણ રીતે આર્થિક બોજો ના આવવાથી તેમના પરિવારમાં ખુશીની લાગણી ફેલાઈ છે. આ તકે તેઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યકત કરે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh