Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે મનપાની સામાન્ય સભાઃ
જામનગર તા. ર૪ઃ જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આવતીકાલે મળનાર છે. તેમાં જી.જી. હોસ્પિટલ સામેની દુકાનો ૧૦ ફૂટ પાછળ ખસેડવા સાથે પ૦ વર્ષની લીઝ મુદ્ત વધારવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
આ ઉપરાંત નવા સેટઅપને મંજુરી જીઆઈડીસીના ઉદ્યોગકારોને વ્યાજ માફી અને સિટી ઈજનેરની જગ્યાને મંજુરી આપી ચાર દરખાસ્તો બાબતે ચર્ચાઓ થનાર છે.
જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા આવતીકાલ ગુરુવારે યોજવામાં આવી છે. ચારેક એજન્ડા માટે ખાસ સામાન્ય સભાનું આયોજન થયું છે અન્યથા હજુ એકાદ માસ પહેલા જ સામાન્ય સભા યોજાઈ હતી.
જી.જી. હોસ્પિટલ સામે આવેલી દુકાનોની લીઝની મુદ્ત પૂર્ણ થઈ ચૂકી છે. હવે બે દુકાનો ત્યાંથી દૂર ખસેડી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ કરવાનું થાય છે, પરંતુ રાજકીય દબાણના કારણે આ દુકાનોની વધુ પ૦ વર્ષની લીઝ રિન્યુ કરવા તખ્તો ગોઠાવાયો છે. જેને આવતીકાલની સામાન્ય સભામાં બહાલી આપવામાં આવશે, જો કે ટ્રાફિક સમસ્યા હળવી કરવા આ દુકાનો ૧૦ ફૂટ પાછળ ખસેડવાનો નિર્ણય પણ લેવાયો છે.
આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના નવા સેટઅપને તાજેતરની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં મંજુરી આપી હતી જે દરખાસ્ત મંજુરી માટે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવી છે. જેને આવતીકાલે મંજુરી આપવામાં આવનાર છે. આશરે ર૦૭ જગ્યાનો વધારો થનાર છે.
જીઆઈડીસી અને મહાનગરપાલિકા વચ્ચે વેરા બાબતે એમઓયુ થયા છે. તેમાંથી મહાનગરપાલિકાને તગડી આવક થશે. આ ઉદ્યોગકારોને વ્યાજ માફી આપવા માટેની દરખાસ્ત પણ આવતીકાલની સામાન્ય સભામાં રજૂ થનાર છે.
તેમજ સિટી ઈજનેર તરીકે ભાવેશ જાનીના નામની દરખાસ્ત પણ રજૂ થશે અને સામાન્ય સભાની મંજુરી મેળવાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial