Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુલાબનગરમાંથી વર્લીબાજની અટકાયતઃ
જામનગર તા. ૨૪ઃ જામજોધપુરના મોટા વડિયા ગામમાંથી ગઈકાલે પોલીસે એક શખ્સને વર્લીના આંકડા લખતો પકડી પાડ્યો છે. તેણે પોતાના સાગરિતનું નામ આપ્યું છે. પોલીસે આરોપીના કબજામાંથી વર્લીના આંકડા લખેલો ચોપડો, રોકડ મળી રૃા.૧૦૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. જ્યારે ગુલાબ નગરમાંથી એક શખ્સ વર્લીનું બેટીંગ લેતો મળી આવ્યો છે.
જામજોધપુર તાલુકાના મોટા વડિયા ગામમાં એક શખ્સ વર્લીનું બેટીંગ લેતો હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે જામજોધપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે પીઆઈ વાય.જે. વાઘેલા ના વડપણ હેઠળ મોટા વડિયા ગામમાં દરોડો પાડ્યો હતો.
ત્યાં આવેલી એક દુકાનના ઓટલા પર બેસી વર્લીના આંકડા લખતા રામશીભાઈ ખીમાભાઈ ડાંગર નામના શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. તેના કબજામાંથી વર્લીના આંકડા લખેલો ચોપડો, બોલપેન, રૃા.૨૭૦૦ રોકડા અને એક મોબાઈલ કબજે કરવામાં આવ્યો છે. આ શખ્સે પોતાના સાગરિત રાજશી ડાંગરનું નામ આપ્યું છે.
જામનગરના ગુલાબનગર માં મેઈન રોડ પર ગઈકાલે સાંજે વર્લીના આંકડા લખતા ભાવેશ મધુભાઈ ખોખર નામના શખ્સને સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ કે.પી. જાડેજા, ખોડુભા જાડેજાએ પકડી પાડી રૃા.૨૫૯૦ રોકડા અને વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી ઝબ્બે લીધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial