Advertisement
Author: નોબત સમાચાર

રિક્ષામાં ભૂલાયેલી સામાનની થેલી શોધી આપવામાં પોલીસે કરી મદદ

પોલીસના સીસીટીવી કેમેરાની જહેમતઃ

જામનગરમાં લગ્ન પ્રસંગની ખરીદી માટે આવેલા વિરમભાઈ ગઢવી નામના આસામી શહેરના એક વિસ્તારમાંથી રિક્ષામાં બેઠા હતા. તે પછી તેઓ રિક્ષામાં રૃા.૧૫ હજારના સામાનની થેલી ભૂલી ગયા હતા. તેઓએ પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૃમનો સંપર્ક કરી મદદ માગતા પીએસઆઈ પી.પી. જાડેજા તથા સ્ટાફના પરેશ ખાણધર, રાધેશ્યામ અગ્રાવત, લીલાબેન મકવાણા, દિવ્યાબેન વાઢેરે જુદા જુદા વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા પછી રિક્ષાચાલકને શોધી કાઢ્યો હતો. તેની પાસેથી પરત મેળવાયેલી થેલી વિરમભાઈને સોંપી આપવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh