Advertisement
Author: નોબત સમાચાર

મુળજી ચિરોડા ગામમાં શ્રમિક મહિલાએ ઝેર પી કર્યાે આપઘાત

જામનગર તા. ૨૪ઃ જામજોધપુર તાલુકાના મુળજી ચિરોડા ગામમાં આવેલા મગનભાઈ આંબાભાઈ દોંગા નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કામ માટે આવીને રહેતા મૂળ દાહોદના કાકરખીલા ગામના વતની અગનભાઈ બદીયાભાઈ ભુરીયા નામના શ્રમિકના પત્ની લલીબેન (ઉ.વ.૩૫) નામના મહિલાએ ગઈ તા.ર૧ની સવારે ઝેરી દવા પી લીધી હતી.

આ મહિલાને સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યા પછી ગઈકાલે તેઓનું મૃત્યુ નિપજ્યું છે. તેઓએ કોઈ અકળ કારણથી ઝેરી દવા પી લીધાનું પતિ અગનભાઈએ પોલીસ સમક્ષના નિવેદનમાં જણાવ્યું છે. શેઠવડાળા પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh