Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં નહીં જોડાવાના કોંગ્રેસના નિર્ણયથી નારાજ હતાંઃ
નવી દિલ્હી તા. ર૪ઃ લોકસભા ચૂંટણી પહેલા રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે, તે મુજબ દિલ્હીમાં અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાશે. કોંગ્રેસના પ્રાથમિક, ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે અને આવતા મહિને કેસરિયા કરશે, તેવા અહેવાલો આવી રહ્યા છે.
લોકસભા ચૂંટણી પહેલા રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં દિલ્હીમાં અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાશે. અર્જુન મોઢવાડિયા કોંગ્રેસને બાય બાય કરશે. સૂત્રો મુજબ કોંગ્રેસના પ્રાથમિક, ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે અને તેઓ પ૦૦૦ થી વધુ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે બીજેપીમાં જોડાશે.
ઉલ્લેખનિય છે કે, રર મી જાન્યુઆરીના ભવ્ય શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં કોંગ્રેસ નેતાના હાજર ન રહેવાના હાઈકમાન્ડના નિર્ણય પછી પોરબંદરના ધારાસભ્યે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વિટ કરીને પાર્ટીના આ નિર્ણયને વખોડી કાઢ્યો હતો. ટ્વિટમાં જણાવ્યું કે, ભગવાન રામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે. કોંગ્રેસની હાઈકમાન્ડે આવા રાજકીય નિર્ણયોથી દૂર રહેવું જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial