Advertisement
Author: નોબત સમાચાર

નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ નિદાન-સારવારનો મેગા કેમ્પ યોજાશે

આઈશ્રી સોનલ માતાજીના મંદિરે

જામનગર તા. ર૪ઃ જામનગરના વનિતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી અને દેવીદાનભાઈ ગઢવી (આઈ શ્રી સોનલ માતાજીનું મંદિર) ના સહકારથી નિઃશુલ્ક નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ નિદાન અને સારવારનો મેગા કેમ્પ યોજવામાં આવ્યો છે. આ મેગા કેમ્પ તા. ર૮/૧ ને રવિવારે સવારે ૯ થી ૧ર વાગ્યા દરમિયાન આઈ શ્રી સોનલ માતાજીનું મંદિર, ૪૯, દિગ્વિજય પ્લોટના છેડે, ઉદ્યોગનગર પાસે, જામનગરમાં રાખવામાં આવ્યો છે.

આ કેમ્પમાં ડો. હિરાબેન જોષી દ્વારા સર્વરોગ નિદાન અને સારવાર સાથે મફત દવા આપવામાં આવશે. ડો. જયાબેન અને ડો. જયસુખ મકવાણા (ડિવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ)રાજકોટ) અને તેમની ટીમ દાંતની તપાસ કરી હલતા દાંત જલંધર પદ્ધતિથી દુઃખાવા વગર કાઢી આપશે. કાળા દાંત સફેદ કરવા દવા આપશે અને દાંતના ચોકઠા રાહત ભાવે બનાવી ફીટ કરી આપશે. આંખની તપાસ ડો. પરેશભાઈ (ઓપ્થોમેટિસ્ટ) કરી આપશે. મોતિયાના ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલમાં મોકલવામાં આવશે. આ મેગા કેમ્પનો વિશાળ સંખ્યામાં લાભ લેવા વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા અપીલ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh