Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દડિયા પાસે ચાર બોટલ સાથે બે શખ્સ ઝડપાયાઃ
જામનગર તા. ૨૪ઃ કાલાવડના મકાજી મેઘપર ગામમાં આવેલા એક ખેતર સ્થિત ઓરડીમાંથી એલસીબીએ દારૃની ૩૯ બોટલ કબજે કરી છે. આરોપી નાસી ગયો છે. જ્યારે દડિયા પાસેથી બે શખ્સ ચાર બોટલ સાથે ઝડપાઈ ગયા છે.
કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામમાં એક ખેતર સ્થિત ઓરડીમાં દારૃનો જથ્થો પડ્યો હોવાની બાતમી એલસીબીના મયુરસિંહ, હરદીપ બારડને મળતા ગઈકાલે સાંજે ઈન્ચાર્જ પીઆઈ બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે. કરમટા, પી.એન. મોરી સહિતના સ્ટાફે સંજયસિંહ જયરાજસિંહ સરવૈયા નામના શખ્સના ખેતરમાં આવેલી ઓરડીમાં દરોડો પાડ્યો હતો.
તે ઓરડીની તલાશી લેવાતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૩૯ બોટલ મળી આવી હતી. દરોડા પહેલાં સંજયસિંહ નાસી ગયો હતો.
જામનગર-જામજોધપુર માર્ગ પર આવેલા દડિયા પાસેના પુલ પરથી ગઈકાલે રાત્રે પસાર થઈ રહેલા લાલપુર બાયપાસ નજીકની જયોત જયોતી સોસાયટીવાળા તેજસ મોહનભાઈ વૈષ્ણવ નામના શખ્સને પોલીસે શકના આધારે રોકાવી ચેક કરતા તેના કબજામાંથી દારૃની એક બોટલ મળી આવી હતી.
દડિયા પાસેથી રણજીત સાગર તરફ જવાના રોડ પરથી રાત્રે બારેક વાગ્યે જઈ રહેલા દડિયા ગામના ભૂપત ઉર્ફે મુન્ના રવજીભાઈ મકવાણા નામના શખ્સને પોલીસે રોકાવી તલાશી લેતાં તેના કબજામાંથી દારૃની ત્રણ બોટલ મળી આવી હતી. આ બોટલ તેણે શંકરટેકરીમાં રહેતા રાહુલ સોલંકી પાસેથી મેળવી હોવાની કબૂલાત કરી છે. પોલીસે બંને સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial