Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ર૪ઃ ખંભાળીયામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અનેક હોટલોમાં ૧૦૮ રામ નામ લખીને જનારને ભોજન ચાર્જમાં પ૦ ટકા રાહત અપાતી હતી તો અનેક રિક્ષાવાળાઓ રામ મંદિરે જવાના ભાડા ના લઈને રામભક્તિ બતાવી હતી. ચાર રસ્તા વિસ્તારમાં કેટલાક ચા વાળા વિનામૂલ્યે ચા પીવડાવીને ભકતો ના પર તેમનો ધંધો ન્યોછાવર કરતા હતા તો નાનકડા ધંધાર્થી ગાંઠીયા-જલેબીવાળા પણ આ સેવાયજ્ઞમાં જોડાયા હતાં.
ખંભાળીયા તાલુકાના ભાતેલ ગામે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રિદ્ધિબા જાડેજા તથા પૂર્વ પ્રમુખ પ્રતાપસિંહ જાડેજા દ્વારા રામમંદિરે પૂજા અર્ચન સાથે સંતવાણી રામ લીલા તથા દરેક ઘરમાં રામ દરબારના ફોટો અર્પણ કરાયા હતાં. સુપર માર્કેટ વેપારી મિત્ર મંડળ દ્વારા ગાયત્રી ગરબા મંડળ રામધૂન મહાઆરતી યોજાઈ હતી. જામનગરના અનુ. જાતિ મોરચા ભાજપ પ્રમુખ હીરજીભાઈ ચાવડા દ્વારા લાલપુર વિસ્તારમાં ઘેરઘેર પાંચ પાંચ દીવડા તથા વાટ આપીને દીવાળી જેવો માહોલ કરાયો હતો.
મૂળ પડાણા ગામના ગિરીશભાઈ મહારાજ જે થાઈલેન્ડના બેંંગકોકમાં બાલાજી રેસ્ટોરન્ટ ચલાવે છે તેમણે રર-૧ ના ભકતો માટે વિનામૂલ્યે ભોજન કરાવીને મોટી સંખ્યામાં રામભકતોને પ્રસન્ન કર્યા હતાં. ખંભાળીયાથી બેંગકોક સુધી રામમય લોકો બન્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial