Advertisement
Author: નોબત સમાચાર

હાર્ટફૂલનેસ ઈન્સ્ટિટ્યુટના ગ્લોબલ ગાઈડ કમલેશ ડી. પટેલની જામનગરમાં પધરામણી

આવતીકાલે તા. ૮ - ઓગસ્ટે

જામનગર તા. ૭: પદ્મ ભૂષણ વિજેતા કોમન વેલ્થ દેશોના ગ્લોબલ એમ્બેસેડર ઓફ પીસ બિલ્ડીંગ એન્ડ ફેઈથ પ્રખ્યાત ધ્યાન પ્રશિક્ષક કમલેશ ડી. પટેલ કે જેઓ દાજીના હુલામણા નામથી પણ ઓળખાય છે. તેઓ તા. ૮-ઓગસ્ટે-૨૦૨૪ ના જામનગર પધારી રહ્યાં છે.

૧૬૦ કરતા વધુ દેશોમાં રહેલ હાર્ટફુલનેસ પદ્ધતિ હેઠળ ધ્યાન કરતા કરોડો ભાઈઓ-બહેનો માટે પૂજનીય અને મીડિયા તથા હજારો સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સ દ્વારા જેઓને "સાયલન્ટ ચેન્જ મેકર" ની ઓળખ આપવામાં આવી છે. તેવા શ્રી કમલેશ પટેલજી જામનગરમાં તારીખ ૮ ના પધારવા હોવાથી યોગ, આધ્યાત્મ, પર્યાવરણ, તત્ત્વજ્ઞાન અને સાહિત્ય રસિક સહિત અનેક લોકોમાં આનંદ અને આભારની લાગણી થઈ રહી છે.

દાજી, તેમના પોતાના અનુભવ અને ક્ષેત્રમાં નિપુણતાથી ઉત્પન્ન થયેલી વૈજ્ઞાનિક અને વ્યવહારૂ પદ્ધતિથી ચેતનાના ક્ષેત્રમાં સંશોધન માટે પોતાનું જીવન, સમય અને શક્તિ સમર્પિત કરે છે. તેઓ એક વ્યવસાયિક રીતે એક ફાર્માસિસ્ટ અને યોગિક વિજ્ઞાનના ઉચ્ચ કક્ષાના ગુરૂ તરીકે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાને સ્વીકારે છે.

દાજીનો જન્મ ૨૮ સપ્ટેમ્બર, ૧૯૫૬ના ગ્રામ્ય ગુજરાતમાં થયો હતો. તેઓએ ૧૯૮૦માં એલ.એમ. ફાર્મસી કોલેજ, અમદાવાદમાંથી બી. ફાર્મ અને એમ. ફાર્મ સન્માન સાથે ઉત્તીર્ણ થયા હતા. તેઓએ ૧૯૭૬માં કોલેજમાં હોવા સાથે સાથે હાર્ટફુલનેસ ધ્યાનની પ્રેક્ટિસ શરૂ કરી હતી અને ૧૯૭૭માં પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક બાબુજી સાથે મળ્યા હતા.

એક પારિવારિક અને સંસારી વ્યક્તિ તરીકે, દાજી પરંપરાગત કુટુંબ બંધારણના મહત્ત્વને સમજતા હોવા છતાં, સંસારમાં રહીને દરેક વ્યક્તિએ તેમના પોતાના આત્માની સંપૂર્ણ અભિવ્યક્તિને અનુસરવા ના નિયમને સમર્થન કરે છે.

શ્રી રામચંદ્ર મિશનના ચોથા પ્રમુખ તરીકે, દાજીએ ભારતની આધ્યાત્મિક ખજાનાઓને સમગ્ર વિશ્વમાં પહોંચાડ્યા છે અને હૈદરાબાદમાં એક લાખ સાધકો સાથે બેસીને ધ્યાન કરી શકે તેવું વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર કનહા શાંતિ વનમ બનાવ્યું છે. કાન્હા શાંતિ વનમ કુદરતી સ્ત્રોતોના સર્જન સાથે પ્રકૃતિને પણ કઈક પરત કરી શકે તેવું ભારતનું સૌથી મોટું ૧૬૦૦ એકર માં ફેલાયેલ એક અદ્ભુત કોમ્પ્લેક્ષ છે.

દાજીના યોગદાન અનોખા છે અને થોડા સમયગાળામાં જ કરોડો લોકોને સ્પર્શી ચૂક્યા છે, જેમાં ૧૬૦ કરતાં દેશોમાં ૧૬,૦૦૦ ટ્રેનરોના નેટવર્ક દ્વારા વિશ્વભરમાં લાખો ધ્યાન પ્રેક્ટિશનરોને ટેકો આપવામાં આવ્યો છે. તેમના કામના અનેક પરિમાણો છે,

૨૦૨૩માં, દાજીને પદ્મ ભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ૨૦૧૮માં, શ્રી વેંકટેશ્વરા યુનિવર્સિટી દ્વારા તેમને માનદ ડોક્ટરેટ એનાયત કરવામાં આવી હતી. ૨૦૨૦માં, પ્રિયદર્શનિ અકાદમી દ્વારા તેમને રામકૃષ્ણ બજર મેમોરિયલ ગ્લોબલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને તેમને વિવિધ બિઝનેસ પ્રકાશનો અને સંગઠનો દ્વારા ભારતના સૌથી આદરણીય નેતા અને નિશબ્દ પરિવર્તનકારક એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. કનહા શાંતિ વનમને "ધ પ્રાઇડ ઓફ તેલંગાણા", "હરીથ હરમ" છેલ્લા ત્રણ વર્ષો માટે અને ભારતીય ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ પ્લેટિનમ એવોર્ડ જેવા અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે.

દાજી ચાર બેસ્ટ-સેલિંગ પુસ્તકોના લેખક છેઃ ધ હાર્ટફુલનેસ વે, ડિઝાઇનિંગ ડેસ્ટિની, ધ વિસડમ બ્રિજ, અને સ્પિરિચ્યુલ એનાટમી.

આવી વિશ્વ વિભૂતિ જામનગરમાં તારીખ ૦૮ ના સાંજે ૫:૦૦ વાગ્યે ધન્વન્તરી હોલમાં અને તારીખ ૦૯ ના દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના નાનકડા ગામના ખેડૂતો સાથે ચર્ચાઓ કરશે અને તેઓને ધ્યાન કરવા માટે અને ખેતીની નવી પદ્ધતિઓ બાબત સમજાવશે અને પ્રકૃતિક ખેતી કરવા સાથે આવક વધારવાના મુદ્દાઓ પર માર્ગદર્શન આપશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh