Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જી.જી. હોસ્પિટલના સહયોગથી યોજાયોઃ
મીઠાપુર તા. ૭: મીઠાપુર હોસ્પિટલ દ્વારા જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ૬રપ રક્તદાતાઓએ રક્તદાન કરી માનવસેવાના યજ્ઞમાં સહકાર આપ્યો હતો.
આ પ્રસંગે ટાટા કેમિકલ્સના ચીફ હેલ્થ એનડ વેલનેસ ઓફિસર ડો. સંજીવ ભટનાગરે સૌ. સ્વૈચ્છિક રક્તદાતાઓનો આભાર માની જણાવ્યું હતું કે આ શિબિર સમાજમાં રહેલી કરૂણા અને એક્તાનું ઉદાહરણ છે. દાન કરવામાં આવેલ રક્તના દરેક યુનિટમાં અનેક જીવન બચાવવાની ક્ષમતા છે. માનવ જિંદગી બચાવવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો આ નમ્ર પ્રયાસ છે.
રક્તદાન શિબિરમાં રહેવાસીઓ, હોસ્પિટલ સ્ટાફ, અન્ય સેવાભાવીઓ, સ્વયંસેવકોએ સહકાર આપી રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો.
એકત્ર કરાયેલ બ્લડ યુનિટ્સનો જીવન બચાવવા અને ગંભીર ટ્રાન્સફ્યુઝનની જરૂરિયાતવાળા દર્દીઓને માટે ઉપયોગ કરવામાં આવશે. મીઠાપુર હોસ્પિટલે પ્રદેશ હેલ્થકેર સિસ્ટમનો પાયાનો પથ્થર બની રહી છે, જે સ્થાનિક સમુદાયને નિયમિત આરોગ્ય તપાસ અને ગુણવત્તાયુક્ત હેલ્થકેર સેવાઓ પૂરી પાડે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial