Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વકરતો રોગચાળોઃ તાવના ૯૯ કેસ મળ્યા

ગઈકાલે આરોગ્ય શાખાની ૧૧ ટીમે ૩૪૧ ઘરની લીધી મુલાકાતઃ

જામનગર તા. ૭: જામનગરમાં રોગચાળાને અંકુશમાં રાખવા આરોગ્ય સહિતના વિભાગની ટીમો દ્વારા સર્વે સહિતની જરૂરી આનુસંગિક કામગીરી કરવામાં આવી રહી છે. ગઈકાલે તપાસ દરમિયાન તાવના ૯૯ કેસ મળ્યા હતાં. આ તમામ દર્દીને સ્થળ ઉપર જ સારવાર આપવામાં આવી હતી.

જામનગરમાં કોલેરા સહિતના રોગચાળો વકરી રહ્યો છે. આથી જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય, ભગર્ભ, વોટર વર્કસ સહિતની શાખાઓ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

ગઈકાલે આરોગ્ય શાખાની ૧૧ ટીમ દ્વારા ૩૪૧ ઘરની અને ૧૪૩૧ લોકોની મુલાકાત કરવામાં આવી હતી. આ દરમિયાન ૮૬ ઓઆરએસ પેકેટનું વિતરણ કરાયું હતું. ૩૧પપ ક્લોરીન ટેબલેટનું વિતરણ કરાયું હતું. ૧૧ ઘરોમાં ક્લોરીન ટેસ્ટ કર્યા હતાં જે તમામ પોઝિટિવ મળ્યા હતાં. કુલ ર૪ સ્થળોએ લીકેજ જોવા મળ્યા હતાં તેમાંથી ર૩ નું રીપેરીંગ કરી લેવાયું હતું.

વાહકજન્ય રોગચાળાની વિગત જોઈએ તો મચ્છરજન્ય જેવા કે મેલેરિયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયાના રોગને અંકુશમાં રાખવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હતાં તેમાં ૪પ સુપરવાઈઝર અને ર૧૮ સર્વેલન્સ ટીમ દ્વારા ૬૩,૦૧૭ ની વસતિ ધરાવતા ૧૪,૦૯ર ઘરોમાં ૮૪,પ૮૮ પાણીના પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન સામાન્ય તાવના ૯૯ કેસ મળ્યા હતાં જેમને સ્થળ ઉપર જ સારવાર આપવામાં આવી હતી. ૩૯૪ ઘરમાં ૩૯૭ પાત્રોમાં મચ્છરના પોરા જોવા મળ્યા હતાં. ૪૭૭ પાતરોમાં એબેટ નામની દવા નાખવામાં આવી હતી. શહેરમાં ર૮ સ્થળોએ પાણી ભરેલ જોવા મળતા ત્યાં જંતુનાશક દવાનો છંટકાર કરવામાં આવ્યો હતો. ત્રણ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સફાઈ કરવામાં આવી હતી. ૬ પાણીપૂરીની લારી બંધ કરાવાઈ હતી. ત્રણ લીટર પાણીપૂરીના પાણીનો નાશ કરાવાયો હતો. બે કિલો પાણીપૂરીનો માવો, ૪ કિલો ચટ્ટણી, ૮૦૦ નંગ પાણીપૂરીની પૂરી, ૧૭ નંગ બાફેલા બટેટા, ર૧ નંગ વડાનો નાશ કરાયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh