Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક સંસ્થાકીય રોકાણો માર્કેટને મંદીમાંથી બચાવી રહ્યા છેઃ
મુંબઈ તા. ૭: આજે સવારે જ સેન્સેક્સમાં ૧૦૦૦ પોઈન્ટનો ઉછાળો થતા રોકાણકારોની મૂડીમાં ૭ લાખ કરોડનો વધારો થયો છે. સંસ્થાકીય સ્થાનિક રોકાણકારો માર્કેટમાં મંદી થતા અટકાવી રહ્યા છે, અને સતત લેવાલી નોંધાવી રહ્યા છે.
શેરબજારમાં સોમવારે રરરર પોઈન્ટ તૂટ્યા પછી સળંગ બે દિવસ ઈન્ટ્રા ડે ર૦૦૦ પોઈન્ટ સુધીની રિકવરી જોવા મળી છે. આજે સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટ ઉછળી ૭૯,૬૩૯.ર૦ ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. જે નીચામાં ૭૯,૧૦૬.ર૮ પર ટ્રેડ થઈ રહ્યો હતો. ૧૧-૦૩ વાગ્યે ૮૩૯.૧પ પોઈન્ટ ઉછળી ૭૯,૪૩ર.રર પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટીએ ગઈકાલે ર૩,૯૯ર,.પપ પર બંધ આપ્યા પછી આજે ફરી ર૪,૦૦૦ નું લેવલ પાછું મેળવ્યું છે. ૧૧-૦૪ વાગ્યે ૧.૩પ ટકા અથવા ૩રપ.૩પ પોઈન્ટ ઉછાળા સાથે ર૪,૩૧૭.૯૦ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
બીએસઈમાં આજે સમાચાર લખાયા ત્યાં સુધીમાં કુલ ટ્રેડેડ ૩૭૮૭ સ્ક્રિપ્સ પૈકી ર૭૭૪ માં સુધારો અને ૮૭૭ શેર્સમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સો સાર્વત્રિક સુધારાની ચાલ સાથે રોકાણકારોની મૂડી રૂ. ૭ લાખ કરોડ વધી છે. ૧૮પ શેર્સમાં અપર સર્કિટ અને ર૧પ શેર્સમાં લોઅર સર્કિટ વાગી છે, જ્યારે ૧૪૧ શેર્સ વર્ષની નવી ટોચે પહોંચ્યા છે.
સેક્ટોરલ ઈન્ડેક્સમાં આજે એનર્જી ર.૯૭ ટકા, હેલ્થકેર ૧.૬૧ ટકા, આઈટી ૧.પ૩ ટકા, ઓટો ૧.૩૬ ટકા, કેપિટલ ગુડ્સ ર.૧ર ટકા, મેટલ ૩.૦૪ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૩.પ૮ ટકા, પાવર ૧.૪પ ટકા, રિયાલ્ટી ૧.પ૮ ટકા, ટેકનોલોજી ૧.ર૭ ટકા અને એફએમસીજી ૧.ર૪ ટકા ઉછાળે કારોબાર થઈ રહ્યા છે. સ્મોલકેપ અને મીડકેપમાં પણ ર ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે.
વિદેશી રોકાણકારોની વેચવાલીને સ્થાનિક રોકાણકારો જબરદસ્ત ટેકો આપી રહ્યા છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો સતત લેવાલી નોંધાવી માર્કેટને મંદીના પ્રવાહમાં ધસી જતા બચાવી રહ્યા છે. ગઈકાલે વિદેશી રોકાણકારોએ વધુ રૂ. ૩પ૩૧.ર૪ કરોડનું રોકાણ પાછું ખેંચ્યું હતું, જેની સાથે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૩૩પ૭.૪પ કરોડની નેટ ખરીદી દર્શાવી છે.
વૈશ્વિક સ્તરે શેરબજારમાં સાર્વત્રિક સુધારાના માહોલના સથવારે ભારતીય શેરબજાર પણ ગ્રીન સિગ્નલમાં આગળ વધી રહ્યા છે. અમેરિકાની ફેડ રિઝર્વના સત્તાધીશોએ અમેરિકામાં સર્જાયેલી મંદીની ચિંતાઓ ઘટાડવા પગલાં લેવાની જાહેરાત કરતા રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો છે. અમેરિકી શેરબજારમાં છેલ્લા ત્રણ દિવસ સુધી મોટો કડાકો નોંધાયા પછી ગઈકાલે સુધર્યા હતાં. યુરોપિયન બજારમાં પણ મજબૂત રિકવરી જોવા મળી હતી. જાપાનનો નિક્કેઈ પણ વ્યાજદરમાં વધારાની જાહેરાતને પચાવી રિકવરી મોડ પર આગેકૂચ કરી રહ્યો છે.
માર્કેટ નિષ્ણાત અનુસાર પોલિસી મેકર્સ જ્યાં સુધી કોઈ ચોક્કસ સ્પષ્ટતાકે નિર્ણય ન લે ત્યાં સુધી માર્કેટમાં વોલેટિલિટી જોવા મળી શકે છે. મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ યથાવત્ તેમજ પડોશી દેશમાં પણ બળવોની અસર મહદ્અંશે જોવા મળી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial