Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અદાલતે ઈન્ક્વાયરી પછી પ્રોસેસનો કર્યાે હુકમઃ
જામનગર તા. ૭: જોગવડના એક યુવાનને સાડા સાત વર્ષ પહેલાં મેઘપર પોલીસ સ્ટેશનમાં તત્કાલિન પીએસઆઈ તથા પાંચ પોલીસ કર્મચારીએ માર માર્યાની કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. તેની ઈન્ક્વાયરી કરાવ્યા પછી અદાલતે તમામ સામે કેસ ચલાવવાનો હુકમ કરતા ચકચાર જાગી છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા જોગવડ ગામમાં રહેતા ખીમરાજ નાથસુર સોમાત નામના યુવાને અગાઉ લાલપુરની અદાલતમાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે, ગઈ તા.૧૫-૧૧-૧૫ની બપોરે ત્રણેક વાગ્યે તેઓ પોતાના ઘરે હતા ત્યારે મેઘપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ આવ્યો હતો. આ વ્યક્તિઓએ જીપમાં નાખી ખીમરાજને મેઘપર પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યાે હતો.
આ વેળાએ પોલીસ સ્ટાફે તારો ભાઈ માકરાજ અને પિતા નાથસુર ક્યા છે તેમ પૂછ્યા પછી તને તથા તારા માતા, ભાભીને તે લોકો આવે પછી જ જવા દઈશું તેમ કહી બેસાડી દીધો હતો. તે સાંજે મેઘપરના તત્કાલિન પીએસઆઈ એમ.જે. જલુ, સ્ટાફના રણમલભાઈ આહિર, જગદીશસિંહ ઝાલા, સુરપાલસિંહ તથા ધમભાએ પીએસઆઈની ચેમ્બરમાં લઈ જઈ ખીમરાજને ધોકા, લાકડી, બેલ્ટથી મારકૂટ કરી હતી.
બેશુદ્ધ બની ગયેલા ખીમરાજને લોકઅપમાં પૂરી દેવાયો હતો. તે પછી તા.૧૭ના દિને તબીયત લથડતા ખીમરાજને ડોક્ટર પાસે લઈ જવાયો હતો અને તે પછી જામીનમુક્ત કરાયો હતો. મારના કારણે દુખાવો થતાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખીમરાજે સારવાર મેળવી હતી અને એસપીને અરજી આપી રજૂઆત કરી હતી તેમ છતાં પગલાં ન ભરાતા આખરે અદાલતનો આશરો લેવાયો હતો.
ઉપરોક્ત ફરિયાદ અંગે ઈન્કવાયરીનો હુકમ કરાતા ફરિયાદી તથા અન્ય વ્યક્તિઓના નિવેદન નોંધાયા હતા. ત્યારપછી અદાલતે ઉપરોક્ત તમામ પોલીસ અધિકારી, કર્મચારીઓ સામે આઈપીસીની કલમ ૩૨૩, ૩૨૪, ૩૪૩, ૫૦૬ (૧), ૧૧૪ હેઠળ પ્રોસેસ હાથ ધરવાનો હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ નીખિલ બુદ્ધભટ્ટી, પાર્થ સામાણી, સમર્થ વેકરીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial