Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંલગ્ન લોકોને સર્વેમાં જોડાવા અપીલ
ખંભાળિયા તા. ૭: મેન્યુઅલ સ્કેવેન્જર્સ અને અસ્વચ્છ શૌચાલયોના સર્વે બાબત જાગૃતિ અભિયાન કરાશે, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંલગ્ન વ્યક્તિઓને સર્વેમાં જોડાવા અપીલ કરાઈ છે.
સર્વોચ્ચ અદાલત દ્વારા એક પિટિશન અન્વયે અપાયેલ સૂચના મુજબ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટ ર૦૧૩ હેઠળ મેન્યુઅલ સ્કેવેન્જર્સ અને અસ્વચ્છ શૌચાલયનો રાજ્યવ્યાપી સર્વે કરવાનો છે. આ અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્વચ્છતાના ઉપર મુજબના કામોમાં રોકાયેલા વ્યક્તિઓને નગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તો સંબંધીત ચીફ ઓફિસર તથા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો સંબંધિત તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરી તેમની વિગતો નિયત ફોર્મ (એનેક્ષર ૧) માં ભરી સંબંધિત કચેરીમાં જમા કરાવવા અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્વારા જણાવવામાં આવે છે. વિશેષ માહિતી/માર્ગદર્શન માટે નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી, ઓફિસ નં. સી-જી/૧૧-૧ર, જિલ્લા સેવા સદન, ધરમપુર-લાલપુર રોડ, ખંભાળિયાનો સંપર્ક કરી શકાશે તેમ અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામકની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial