Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌરાષ્ટ્ર-ગુજરાત-વિદેશમાં પ્રસિદ્ધ
ખંભાળીયા તા. ૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વડું મથક ખંભાળીયાનું નામ લેવા સાથે લોકોને 'ખામનાથ' મહાદેવ યાદ આવે છે. સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત તથા દેશ-વિદેશમાં જ્યાની ઘી ની મહાપૂજા પ્રસિદ્ધ છે તે ખામનાથ મહાદેવ ખૂબ જ પ્રાચીન સ્વયંભુ શિવલીંગ આવેલું છે.
ઘી નદીના કાંઠે જયાં જામનગરના પ્રથમ રાજવી જામ રાવલે તેમના લશ્કરના કૂતરા સાથે ખામનાથ પાસે સસલાને લડતા જોયાનું કહેવાય છે. તે ઘી નદીના કાંઠે પ્રાચીન ખામનાથ મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે.
શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે તથા સાતમ-આઠમ, નોમ અહીં લોકમેળો વર્ષોથી યોજાતો હતો. જ્યારે ચકડોળને હાથેથી ફેરવાતા ત્યારથી મેળો ભરાતો પણ હવે સ્થળ સંકોચ થવાથી અહીં મેળો ભરાતો નથી પણ ઘી ની મહાપૂજા થાય છે.
સામાન્ય રીતે શિવ મંદિરોમાં એક-બે શિવ મંદિરો જ હોય છે જ્યારે ખામનાથ મહાદેવ મંદિરમાં મુખ્ય મંદિર ખામનાથ મહાદેવ ઉપરાંત હાટકેશ્વર મહાદેવ, ભૂતનાથ મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, રામેશ્વર મહાદેવ, ભીડભંજન મહાદેવ, કુબેર ભંડારી મહાદેવ ગાયત્રી મંદિર, કાળ ભૈરવ, બટુક ભૈરવ, ચંદ્ર ભૈરવ ત્રણેયના મંદિરો કે જે ભાગ્યે જ તમામ ભૈરવો શિવ મંદિરોમાં જોવા મળે છે તે પણ આવેલા છે તથા ખામનાથ મંદિરની બાજુમાં ઝાડમંડી મહાદેવનું ૬૦૦ વર્ષ પ્રાચીન શિવમંદિર તથા આશાપુરા માતાજી તથા નજીકમાં ઝીલલીયા મહાદેવ ગાયત્રી મંદિરો આવેલા છે.
સાયં આરતીનું મૂળ મહત્ત્વ
શ્રાવણ મહિનામાં ખામનાથ મહાદેવ મંદિરે સાયં આરતીનું ખૂબ જ મહત્ત્વ છે. ધૂપદીપ અને ધૂમાડા સાથે શિવ સાથે આરતીના ડમરું, ઢોલ નોબત, ઘંટારવના અવાજ સાથે એકાકાર કરે તેવી ભવ્ય આરતી જે પોણો કલાક સુધી ચાલે છે તે ભાવિકો અશ્વિનભાઈ વ્યાસ તથા રાજેશભાઈ જોશી દ્વારા કરાવાય છે. જ્યાં ભાવિકોની ભીડ જામે છે.
શિવ પરિવારની ચાંદીની પ્રતિમા
ખામનાથ મહાદેવ મંદિરમાં પ્રાચીન ભગવાન શિવની વરણાગી વખતે નીકળતી ચાંદીની વિશિષ્ટ શિવ પરિવારની પ્રતિમા છે તથા વર્ષો પહેલા મંંદિરમાં ચાંદીનું થાળુ સ્વ. મથુરભાઈ જોશીએ બનાવી આપેલું.
શ્રાવણ માસ દરમ્યાન અહીં વહેલી સવારથી જ ભાવિકો પૂજા કરવા તથા મંદિરમાં રૂદ્રાભિષેક યજ્ઞ તથા પ્રસાદીના અનેક કાર્યક્રમો ભકતો દ્વારા કરવામાં આવે છે.
મંદિરના ટ્રસ્ટીઓ એડવોકેટ અમિતભાઈ વ્યાસ, ચંદ્રમૌલી જોશી, મનુભાઈ સોમૈયા, ડો. મનુભાઈ જોશી વિગેરે દ્વારા શ્રાવણ માસમાં ખાસ વિશિષ્ટ દર્શનની વ્યવસ્થા ગોઠવાય છે. વિશાળ જગ્યામાં તથા વિશાળ કમ્પાઉન્ડ અને નજીકમાં વહેતી ઘી નદી સાથે ભવ્ય વાતાવરણ વાળું શિવ મંદિર ખામનાથ મહાદેવ ખૂબ જ પ્રસિદ્ધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial