Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય વારસોના નામ છુપાવી રજૂ કરી દીધુ ખોટું વારસાઈનામુ!
જામનગર તા. ૭: ખંભાળિયાના એક આસામીના પિતાની માલિકીની બિનખેતી જમીન હર્ષદપુરમાં આવેલી હતી. તે જમીન ડેવલોપીંગ પ્લાન (ડીપી)ની કપાતમાં જતાં તેના સંપાદન સામે સરકાર તરફથી વળતર પ્રાપ્ત થવાનું હતું. તેથી આ આસામીના ઓરમાન ભાઈએ અન્ય લોકોના નામ છુપાવી ખોટુ વારસાઈ પેઢીનામુ તૈયાર કરાવ્યું હતું અને તેને સાચા તરીકે રજૂ કરાવી રૂ. ૮૫ લાખની જમીન સંપાદનની રકમ પોતાના ખાતામાં જમા કરાવી લીધી હતી. તેની જાણ થતાં આ આસામીએ ઓરમાન ભાઈ સામે છેતરપિંડી આચરવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ ખંભાળિયા શહેરના રેલવે સ્ટેશન રોડ પર એલઆઈસી ઓફિસ પાછળ રહેલા ઈબ્રાહીમ આમદભાઈ ધાવડા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધના પિતાની માલિકીની હર્ષદપુર ગામમાં સર્વે નં.૬૯માં બિનખેતીવાળી જગ્યા આવેલી હતી. તે જગ્યા ડીપી રોડની કપાતમાં સમાવિષ્ટ કરવામાં આવી હતી.
કપાતમાં ગયેલી તે જગ્યાના સંપાદન પછી સરકાર તરફથી વળતર ચૂકવવામાં આવનાર હતું. તે માટે ઈબ્રાહીમભાઈના ભાઈ ઈકબાલ આમદભાઈએ ગયા મે મહિનામાં વારસાઈ પેઢીનામુ તૈયાર કરાવ્યંુ હતું.
આ જમીન અંગે મોટી રકમ વળતર પેટે મળવાની હોવાથી ઈકબાલ આમદે પોતાના માતાથી મોટા માતાના પુત્ર ઈબ્રાહીમભાઈ તથા અન્ય વારસોના નામ છૂપાવી છેતરપિંડી કરી લેવાના ઈરાદાથી ખોટું વારસાઈ પેઢી નામુ તૈયાર કરાવી લીધુ હતું અને જમીન સંપાદન અંગેની જે તે કચેરીમાં તેને રજૂ કરાવી દીધુ હતું. જેના પગલે રૂ. ૮૫ લાખ જમા થયા હતા.
જમીન સંપાદન પેટે રૂ. ૮૫ લાખ આવ્યા પછી તેને ઈકબાલ આમદે પોતાના ખાતામાં જમા કરાવ્યા હતા. તે બાબતની જાણ થતાં ઈબ્રાહીમભાઈએ પોતાની ઓરમાન માતાના પુત્ર ઈકબાલ આમદ ધાવડા સામે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial