Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૦૧ બોટલ રકત થેલેસેમીયા રોગના બાળકો માટે બ્લડ બેંકમાં અર્પણ કરાઈ
ખંભાળીયા તા. ૬: ખંભાળીયાની સરકારી હોસ્પિટલની બ્લડ બેંકમાં રકતનો જથ્થો ખલાસ જેવી સ્થિતિમાં થઈ ગયો હોય તથા એક તબક્કે જામનગરમાં પણ રકતનો જથ્થો ઓછો થઈ ગયો હોય સરકારી હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. કેતન ભારથી ગોસ્વામી, બ્લડ બેંકના ડો. લખમણભાઈ કનારાએ આ બાબતે ખંભાળીયાના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્યને જાણ કરી હતી. તેમણે ખંભાળીયાના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિને જાણ કરતા તેમણે તુરત જ ખંભાળીયા યોગ હોલમાં રકતદાન કેમ્પ ગોઠવીને વરસાદી વાતાવરણમાં પણ ૧૦૧ બોટલથી વધુ લોહી એકત્ર કરીને ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે અર્પણ કરી હતી. પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, કારો. ચેરમેન રેખાબેન ખેતિયા, ઈન્દ્રજીતસિંહ પરમાર, યોગેશભાઈ મોટાણી, વગેરે જોડાયા હતાં. પાલિકા સદસ્યો દ્વારા પણ રકતદાન કરાયું હતું. ડીવાયએસપી પ્રજાપતિનો માનવતાવાદી અભિગમ પ્રશંસાપાત્ર બન્યો હતો. ભાણવડ શહેરથી છેક પોલીસ સ્ટાફ દ્વારા ખંભાળીયા આવીને રકતદાન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial