Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખીજડા મંદિરના આચાર્ય ૧૦૮ શ્રી કૃષ્ણમણીજીની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૭: જામનગર શહેરની મધ્યમાં ગણાતા પટેલ કોલોની વિસ્તારમાં છ દાયકા પૂર્વે નિર્માણ પામેલ શ્રી ઔદિચ્ય બ્રહ્મસમાજ છાત્રાવાસ સંકુલનું નવિનીકરણ અને આધુનિકરણ થવા જઈ રહ્યું છે. તા. ૧૦ ઓગષ્ટ અને શનિવારના ખાતમુહૂર્ત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રોજેકટ માટે સમસ્ત બ્રહ્મસમાજના સેવાભાવી દાત્તાઓને આર્થિક સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. પટેલ કોલોની શેરી નં. પ/૧ આવેલ શ્રી ઔદિચ્ય બ્રહ્મસમાજ છાત્રાવાસની સ્થાપના ૧૯૬૪માં થઈ હતી. કાળક્રમે સંસ્થાની ઈમારતને ઘસારો લાગે તે સ્વાભાવિક છે હવે સંસ્થાના નવિનીકરણ અને સાથોસાથ સમયની માંગ મુજબ આધુનિકરણની જરૂરિયાત જણાતા સંસ્થાના હોદ્દ્દારો સહિતના સભ્યોએ આ અંગે નિર્ણય કર્યો હતો.
આ સંસ્થામાં નવા એસી હોલ અને એસી રૂમ સાથે ઈમારતનું નવિનીકરણ-આધુનિકરણ કરવાનો નિર્ણય લેવાયો છે. શનિવારે તા. ૧૦ ઓગષ્ટના સવારે ૧૧ કલાકે ખાતમુહૂર્ત સમારોહ યોજાયો છે. શ્રી પ નવતનપુરી ધામ-ખીજડા મંદિરના આચાર્ય ૧૦૮ શ્રી કૃષ્ણમણીજી ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન આપશે. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશ અકબરી, પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), તપોવન ફાઉન્ડેશનના સ્થાપક રાજનભાઈ જાની, જિલ્લા બ્રહ્મસમાજ પ્રમુખ પ્રફુલભાઈ વાસુ, શહેર બ્રહ્મસમાજ પ્રમુખ મ.ન.પા.ના શાસકપક્ષના નેતા આશિષભાઈ જોષી, જાણીતા ધારાશાસ્ત્રી અને બ્રહ્મ અગ્રણી હિતેનભાઈ ભટ્ટ અને વોર્ડ નં. ૧ ના નગરસેવક અને સ્ટેન્ડીંગ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન સુભાષભાઈ જોશી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ ડો. જોગીન જોશી, મંત્રી કશ્યપ ત્રિવેદી, ઉપપ્રમુખ અતુલ શુકલ, સહમંત્રી ભાર્ગવ ઠકકર, ખજાનચી ઉપેન્દ્ર વ્યાસ, શિક્ષણ વિભાગના સમુધસુદન વ્યાસ સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. આર્થિક સહયોગ અંગે વધુ જાણકારી માટે સંસ્થાના પ્રમુખ ડો. જોગીન જોષી (૯૯રપ૧ પ૦૯ર૯) નો સંપર્ક કરી શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial