Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કૃષિમંત્રી રાઘવજી પટેલ, કલેક્ટર બી.કે. પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
જામનગર તા. ૭: સિક્કામાં રૂપિયા ૩૦ લાખના ખર્ચે નિર્મિત સિટી સિવિક સેન્ટરનું ઈ લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, સિટી સિવિક સેન્ટરના માધ્યમથી મિલકત વેરો, ગુમાસ્તાધારા લાયસન્સ, હોલ બુકીંગ, લગ્ન નોંધણી તથા જન્મ-મરણના દાખલા સહિતની ૧૩ જેટલી સરકારી સેવાઓ નાગરિકોને સ્થાનિક કક્ષાએ જ ઉપલબ્ધ થશે.
જામનગર જિલ્લાના સિક્કામાં રૂ. ૩૦ લાખના ખર્ચે નિર્મિત સિટી સિવિક સેન્ટરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવો સિક્કામાં ઉપસ્થિત રહ્યા હતાં.
આ સિટી સિવિક સેન્ટરના માધ્યમથી સિક્કાના નાગરિકોને ૧૩ જેટલી સરકારી સેવાઓ સ્થાનિક કક્ષાએ જ ઉપલબ્ધ થશે, તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ વિસ્તારના લોકોની લાંબા સમયની માંગણી હતી કે અહીં સ્થાનિક કક્ષાએ જ સિવિક સેન્ટર ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી લોકોને જામનગર સુધી દૂર થવું ન પડે. ત્યારે સરકારે આ માંગણીનો સ્વીકાર કરી આ સુવિધા હવે અહીં ઉપલબ્ધ કરાવતા લોકોનો સમય અને ખર્ચો બચશે. લોકોની નાનામાં નાની જરૂરિયાત પૂરી થાય તેની આ સરકાર કાળજી રાખે છે અને જન જનની સુખાકારી વધે તે માટે સરકાર કટિબદ્ધ છે.
નગરપાલિકાઓ વિકસિત શહેરોની માફક આકાર લે તે માટે સરકાર દ્વારા પૂરતા નાણાની ફાળવણી કરવામાં આવી રહી છે. કાર્યક્રમ અંતર્ગત પી.એમ. સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે યોજનાકીય લાભો અર્પણ કરાયા હતાં.
ઉલ્લેખનિય છે કે, સરકાર દ્વારા ગુજરાતની કુલ ૩૧ નગરપાલિકાઓમાં રૂ. ૪૪.પ કરોડના ખર્ચે સિવિક સેન્ટર્સનું નિર્માણ કરવામાં આવેલ છે જે પૈકી સિક્કા નગરપાલિકામાં સર્વિસ ચોકમાં આ સિવિક સેન્ટરનું સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના અંતર્ગત લોકાર્પણ કરવામાં આવેલ છે. આ સિવિક સેન્ટરમાં મિલકત વેરો, આકારણી અરજી, વ્યવસાય વેરો રજિસ્ટ્રેશન, ગુમાસ્તાધારા લાયસન્સ, હોલ બુકિંગ, લગ્ન નોંધણી, જન્મ-મરણના દાખલા તથા અન્ય અરજીઓનો એક જ સ્થળેથી નિકાલ લાવવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યા, હાપા માર્કેટીંગ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયા, પ્રાંત અધિકારી કાલરિયા, નગરપાલિકા પ્રમુખ રાજીબેન પરમાર, સિક્કા ચીફ ઓફિસર કરમુર, આગેવાનો કુમારપાલસિંહ રાણા, દેવુભાઈ ગઢવી, પ્રદીપસિંહ જાડેજા, નગરપાલિકાના સદસ્યો સહિત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial