Advertisement
Author: નોબત સમાચાર

સાઉથ એશિયન રિપોર્ટર્સ એસો. દ્વારા યોજાયો પત્રકાર એક્સલેન્સ એવોર્ડ-ર૦ર૪

પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા તથા પૂ. કે.પી. બાપુની અધ્યક્ષતામાં

જામનગર તા. ૬: સમગ્ર સાઉથ એશિયામાં પત્રકારોના હિત માટે કાર્યરત ભારતના એકમાત્ર આંતરરાષ્ટ્રીય પત્રકાર સંગઠન 'સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન' દ્વારા રાજકોટમાં 'પત્રકાર રત્ન એક્સલેન્સ એવોર્ડ-ર૦ર૪' કાર્યક્રમ યોજાયો હતો.

પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા તથા ભાગવત કથાકાર પૂ. કે.પી. બાપુની અધ્યક્ષતામાં આયોજીત કાર્યક્રમમાં મુખ્ય અતિથિવિશેષ તરીકે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, જી.એસ.ટી. આસિસ્ટન્ટ કમિશનર ઈનાબેન વકાતર, સી.ડબલ્યુ.સી.ના ચેરમેન ડો. પ્રિતેશભાઈ પોપટ તથા મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય તથા સી.ડબલ્યુ.સી.ના સભ્ય રમાબેન હેરમા, રાજકોટ મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માકડિયા, જામનગરના પૂર્વ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સુરેશભાઈ ભીંડી, સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગ દળ સંયોજક રવિરાજસિંહ જાડેજા ઉપરાંત કાલાવડના ધારાશાસ્ત્રી જે.બી. લશ્કરી, મોરબીથી ગુજરાત આર.એસ.એસ. અધ્યક્ષ અશ્વિનભાઈ માકડિયા તથા ઉપાધ્યક્ષ દયારામભાઈ પટેલ, નિકાવાના ડો. વિપુલ વિષ્ણુસ્વામી, સિદસર મહિલા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રમુખ સરોજબેન માકડિયા, રાજકોટના પૂજા હોબી સેન્ટરના પુષ્પાબેન રાઠોડ સહિતના અગ્રણીઓ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં.

આયોજક સંસ્થા સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશનના સંચાલક ડો. મીનાબેન પટેલના સંયોજનમાં આયોજીત કાર્યક્રમમાં ૩૭ પત્રકારને 'પત્રકાર રત્ન એક્સેલન્સ એવોર્ડ-ર૦ર૪' એનાયત કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ૯ પત્રકારને 'સારા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ' તથા ૩ પત્રકારને 'સારા ઈન્ટરનેશનલ એવોર્ડ' તથા ૧ 'ડોક્ટરેટ એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો હતો. સંસ્થાના ફાઉન્ડર તથા ચેરપર્સન ડો. સીમાબેન પટેલે આભારવિધિ કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh