Advertisement
Author: નોબત સમાચાર

જાણો ૦૩ ઓગસ્ટ થી ૦૯ ઓગસ્ટ સુધીનું સાપ્તાહિક ભવિષ્ય

સિંહ સહીત ત્રણ રાશિના જાતકોને આવનારા સપ્તાહમાં અણધાર્યા ખર્ચ આવે, કામનું ભારણ રહે, ગૃહસ્થ જીવનમાં ઘર્ષણ થાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની માનસિક સ્થિતિ બેચેનીભરી રહેવા પામે. ઘર-પરિવારના સભ્યો કે મિત્રો સાથે વાદ-વિવાદ કે બોલાચાલી થઈ શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જણાય. વ્યાપારી વર્ગ માટે નવી ખરીદી માટે સમય શુભ જણાય છે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેવા પામે. ખાન-પાન, આહાર-વિહારમાં પરેજી રાખવી. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી સાચવવું. તા. ૩ થી ૬ વિવાદ ટાળવા. તા. ૬ થી ૯ સ્વાસ્થ્ય સાચવવું.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે શુભ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને કોઈ શુભ સમાચાર મળે અથવા તો કોઈ શુભ ઘટના બની શકે છે. વિદ્યાર્થી વર્ગને પરીક્ષા-પ્રતિસ્પર્ધામાં સફળતા મળવાના યોગ બને. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી લાભ પ્રાપ્ત થાય. વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિના દર્શન થાય. ગૃહસ્થ જીવનમાં નાના-મોટા મતભેદ થઈ શકે છે. પરસ્પર અહમ્નો ટકરાવ થતો જણાય. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને માન-સન્માન પ્રાપ્ત થાય. તા. ૩ થી ૬ શુભ. તા. ૭ થી ૯ સામાન્ય.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે કૌટુંબિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ઘર-પરિવારના કાર્યોમાં સક્રિય બનતા જણાવ. અધુરા કાર્યો પૂર્ણ કરી શકશો. માતા-પિતા, વડીલ વર્ગની સલાહ અને સહાય આપના માટે મહત્ત્વપૂર્ણ બની રહે. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો ધીમે ધીમે દૂર થતી જણાય. નોકરિયાત વર્ગનો કાર્યોબજ હળવો થતો જણાય. જાહેરજીવન ક્ષેત્રે સમય વ્યસ્તતાપૂર્ણ બની રહે. યાત્રા-પ્રવાસ થાય. તા. ૩ થી ૬ સ્વાસ્થ્ય સુધરે. તા. ૭ થી ૯ કૌટુંબિક કાર્ય થાય.

 

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે કાર્યબોજ વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સમયગાળા દરમિયાન એક કરતા વધારે જવાબદારીઓ આપના શિરે આવી શકે છે. કામનું ભારણ આપના ચહેરા ઉપર સ્પષ્ટ વર્તાય. મહેનતનું મીઠું ફળ પણ ચાખી શકશો. વ્યાપાર-ધંધામાં તેજીના દર્શન થાય. ગૃહસ્થ જીવનમાં વડીલવર્ગ સાથે ઘર્ષણ ટાળવું. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોએ શત્રુ વિરોધીઓથી સાવધાન રહેવું. આરોગ્ય બાબતે ધીમે ધીમે સુધારો થતો જોવા મળે. તા. ૩ થી ૬ કાર્યબોજ રહે. તા. ૭ થી ૯ સ્વાસ્થ્ય સુધરે.

 

Leo (સિંહ: મ-ટ)

આપના માટે નાણાભીડનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે આર્થિક વ્યવહાર કરતી વખતે સાવધાની રાખવી. આકસ્મિક કે અણધાર્યા ખર્ચ થવાની પૂર્ણ શક્યતા જણાય છે. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો હલ થતા જણાય. સ્વાસ્થ્ય સુખાકારી એકંદરે સારી રહેવા પામે. નોકરિયાત વર્ગને કાર્યના બદલામાં પ્રશંસા-વખાણ સાંભળવા મળે. દાંપત્ય જીવનમાં ખટરાગ થઈ શકે છે. સંબંધોની ગરિમા જાળવવી. તા. ૩ થી ૬ ખર્ચાળ. તા. ૭ થી ૯ ઠીકઠાક.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે માનસિક શાંતિના અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની માનસિક સ્થિતિ પ્રશન્તાભરી રહેવા પામે. સમય પરિવારજનો-સ્નેહીજનો સાથે આનંદપૂર્વક પસાર થાય. ભૌતિક સુખ-સગવડ, ભોગ-વિલાસના સાધનો પાછળ સમય અને નાણાનો વ્યય થતો જણાય. વ્યાપાર-વ્યવસાયમાં મંદીના દર્શન થાય. ધાર્યો લાભ મેળવવા હજુ થોડા સમયની રાહ જોવી પડે. માન-સન્માન પ્રાપ્ત થાય. તા. ૩ થી ૬ આનંદિત. તા. ૭ થી ૯ લાભદાયી.

 

Libra (તુલા: ર-ત)

આપના માટે સ્વાસ્થ્ય સુધારતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળામાં આરોગ્ય સુખાકારી પાછી મેળવી શકશો. રોગો-તકલીફોમાંથી છૂટકારો મળતા રાહત અનુભવશો. ઘર-પરિવાર બાબતે કોઈ વધારાની જવાબદારી આપના શિરે આવી શકે છે. સગા-સ્નેહીજનો સાથે મિલન-મુલાકાત થાય. ધંધા-વ્યવસાય ક્ષેત્રે હાલ સ્થિતિ સામાન્ય રહે. નોકરિયાત વર્ગને સહકર્મચારી તરફથી સહકાર પ્રાપ્ત થાય. સામાજિક જીવનમાં શત્રુ વિરોધીઓથી સાવચેત રહેવું. વાણી-વર્તન ઉપર કાબૂ રાખવો. તા. ૩ થી પ આરોગ્ય સુધરે. તા. ૬ થી ૯ કૌટુંબિક કાર્ય થાય.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે ખર્ચ-વ્યય કરાવતું સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આ દિવસોમાં નાણાકીય ફેરફારો જોવા માટે તૈયાર રહેવું. મોજ-શોખ, ખાન-પાન પાછળ આર્થિક લાભ થતો જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે થોડે-ઘણે અંશે નાણાભીડનો અનુભવ થઈ શકે. આરોગ્ય સુખાકારી એકંદરે સારી રહેવા પામે. પારિવારિક ક્ષેત્રે વાતાવરણ આનંદદાયી રહી શકે. માતા-પિતા, વડીલ વર્ગના આશીર્વાદ પ્રાપ્ત થાય. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધતી જણાય. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં એકાગ્રતા રાખવી જરૂરી બને અન્યથા પરિણામ પર અસર થઈ શકે. તા. ૩ થી પ મિશ્ર. તા. ૬ થી ૯ ખર્ચ-ખરીદી.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે ભાવનાત્મક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ દિવસો દરમિયાન મિત્રો-સ્નેહીજનો સાથે ભાવનાત્મક જોડાણ વધુ થાય. લાગણીઓના પૂરમાં તણાતા જણાવ. કેટલીક વખત નિર્ણયો લેવામાં અસમંજસમાં મૂકાતા હોવ એવો અનુભવ થાય. કાર્યક્ષેત્રે નવી કામગીરી, નવું સાહસ થઈ શકે. નવા સોદા-કરાર થઈ શકે, જો કે આર્થિક વળતરમાં થોડી નિરાશા પ્રાપ્ત થાય. ધાર્યા લાભ માટે યોગ્ય સમયની રાહ જોવી પડે. જાહેરજીવન ક્ષેત્રે મિલન-મુલાકાત થાય. યાત્રા-પ્રવાસ ફળદાયી રહે. તા. ૩ થી ૬ નવી કાર્યરચના. તા. ૭ થી ૯ પ્રવાસ.

 

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે ધંધા-વ્યવસાય ક્ષેત્રે લાભ અપાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વેપાર-ધંધા ક્ષેત્રે લાંબા સમયથી ચાલી આવતી મંદીની અસરમાંથી મુક્તિ મેળવી શકશો. ધાર્યો લાભ પ્રાપ્ત થતા ઉત્સાહમાં વધારો થતો જોવા મળે. નાણાકીય સ્ત્રોતો મેળવવાનો માર્ગ મોકળો થતો જણાય. ગૃહસ્થ જીવનનું વાતાવરણ ડામાડોળ થતું જણાય. જમીન-મકાન રહેઠાણને લગતા પ્રશ્નો હશે તો નિકાલ લાવી શકશો. ખર્ચ-ખરીદીના યોગ બનતા જણાય. તા. ૩ થી ૬ સફળતાદાયક. તા. ૭ થી ૯ વિવાદ ટાળવા.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તામહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ગ્રહ-ગોચર બદલાતા તેમજ આપના પક્ષે રહેતા સમય અચાનક આપના પક્ષે આવતો જણાય. વેપાર-વ્યવસાયમાં આકસ્મિક લાભ પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે કોઈ સમસ્યા હશે તેમાં ધીમી ગતિએ સુધારો જોવા મળે. જો કે, ગૃહસ્થ જીવનમાં વાતાવરણ ઉગ્ર બની શકે છે. વાણી ઉપર સંયમ રાખવો શ્રેષ્ઠ રહેશે. જમીન-મકાનના પડતર પ્રશ્નોનો નિકાલ લાવવામાં સફળતા મળે. તા. ૩ થી ૬ તણાવ રહે. તા. ૭ થી ૯ સારી.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે નવીન કાર્ય કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના ભવિષ્યના નિર્માણ બાબતે વ્યસ્ત બનતા જણાવ. વેપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે નવી દિશા કે ક્ષેત્રમાં ઝંપલાવી શકો છો. આવકવૃદ્ધિના માર્ગો ખૂલતા જણાય. આપની સુઝબુઝ દ્વારા ધારી સફળતા મળતા સમય ઉત્સાહવર્ધક બની રહે. કૌટુંબિક ક્ષેત્રે ભાઈ-ભાંડુનો સાથ-સહકાર મળી રહે. આરોગ્ય બાબતે સાવધાની રાખવી. તા. ૩ થી સફળતા મળે. તા. ૭ થી ૯ નવીન કાર્ય થાય.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh