Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટી નાગપાંચમ હવે આવશે
જામનગર તા. ૩: આજે અષાઢ વદ પાંચમ સોમવાર તા. ૩-૮-૨૦૨૬ના નાગ પાંચમ આમ તો આ નાગ પાંચમ ખાસ કરીને લોહાણા બ્રાહ્મણ સોની વણિક પરિવારના લોકો પૂજન કરતા હોય આથી *લોહાણાની નાગ પાચમ* તરીકે પ્રખ્યાત છે મોટી નાગ પાચમ હવે પછી આવશે
પોરબંદરમાં છેલ્લા ૧૦૦ વર્ષથી નાગપાંચમ ની પરંપરાગત રીતે ઉજવણી છેલ્લા ચાર પેઢી થી કરવામાં આવે છે હાલ પોરબંદરના નવો કુંભારવાડા શેરી નંબર ૧૬માં દ્વારકાદાશ કાકુભાઈ ઉનડકટ પરિવારના ઘર આંગણે આ નાગ પંચમીની ઉજવણી થાય છે
નાગ પાંચમ ની આગલે દિવસે ઘરમાં બાજરો, ચણા, મગ વિગેરે પલાળી એક કપડામાં બાંધી ફણગાવીને પૂજા વિધિમાં ઉપયોગમાં લેવાય છે ઉપરાંત બાજરીના લોટમાં થોડો ગોળ શુદ્ધ ઘી મેળવી તેની કુલર પ્રસાદી માટે બનાવવામાં આવે છે તથા શ્રીફળ વધેરી દીપ અગરબત્તી કરવામાં આવે છે ત્યારબાદ પરિવારની બહેનો એક સાથે બેસીને નાગદેવતાની કથા વાંચન કરે છે નાગ પાચમ ના દિવસે ઘરમાં ગરમ રસોઈ કરવામાં આવતી નથી આગલા દિવસે ચૂલા ઠારવામાં આવે છે આગલા દિવસે બનાવેલ રસોઈ થેપલા કે પરોઠા બનાવેલા હોય તે ઠંડુ ખાવામાં આવે છે પરિવારના દરેક લોકો શ્રદ્ધા ભાવપૂર્વક આ નાગ પાંચમની ઉજવણી કરે છે
આ વર્ષે પણ આ સૌથી વધુ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ નાગ પાંચમની ઉજવણી કરવામાં આવનાર છે તેમાં પૂજા દર્શન કરવા હિતેશભાઈ ઉનડકટ- પોરબંદર સામાજિક કાર્યકર દ્વારા જ્ઞાતિજનોને અનુરોધ કરાયો છે.
જો કે, બારાડી-બરડા પંથક સહિત અન્ય સ્થળે પણ રઘુવંશી પરિવારો આજે આ ઉજવણી કરી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial