Advertisement
Author: નોબત સમાચાર

ભાદરાની સીમમાં ટ્રાન્સફોર્મરમાંથી વીજ આંચકો લાગતા ભેંસનું મૃત્યુ

રૂ।.૧.૧૦ લાખની ભેંસ મોતને ભેટીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જોડીયાના ભાદરા ગામની સીમમાં ચરતી ભેંસને ટ્રાન્સફોર્મરમાંથી વીજ આંચકો લાગતા ભેંસનું મૃત્યુ નિપજ્યું છે. તેના માલિકે પોલીસને જાણ કરી છે. રૂ।.૧ લાખ ૧૦ હજારની ભેંસના મૃત્યુ થયાનું પોલીસ દફતરે નોંધાયું છે.

જોડીયા તાલુકાના ભાદરા ગામમાં વસવાટ કરતા હઠાભાઈ જેતાભાઈ વકાતરની ભેંસ શુક્રવારે ભાદરા ગામના વિસ્તારમાં ચરી રહી હતી. તે દરમિયાન ભેંસ નજીક આવેલા વીજ ટ્રાન્સફોર્મર (ટીસી) સુધી પહોંચી જતાં ટ્રાન્સફોર્મરમાંથી અચાનક વીજ આંચકો લાગ્યો હતો. આંચકો લાગતા ભેંસનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આ બનાવમાં હઠાભાઈ જેતાભાઈ વકાતરને અંદાજે રૂ।.૧.૧૦ લાખનું નુકસાન થયું હોવાનું જણાવાયું છે. બનાવ અંગે તેમણે પોલીસને જાણ કરતાં પોલીસે નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh