Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તાલુકાના ચાર નોન-પ્લાન રસ્તાઓના રૂ।. ૧૩ કરોડના કામ મંજુર

ધારાસભ્યની રજૂૂઆતને સફળતાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગર તાલુકાના નોન-પ્લાન રસ્તાઓને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ જોબ નંબર ફાળવી કામ મંજુર કરાવવાની રજૂઆત ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાને લઈ જામનગર તાલુકાના ૪ નોન-પ્લાન રસ્તાઓને જોબ નંબર ફાળવી મંજુરી આપવામાં આવી છે.

જેમાં નંદપુર થી વરણા રોડ લંબાઈ ૩.૫ કિ.મી. અંદાજીત રકમ રૂ।. ૫૦૦ લાખ, મોખાણાથી દડીયા રોડ લંબાઈ ર કિ.મી. અંદાજીત રકમ રૂ।. ૨૦૦ લાખ, વાવ બેરાજા સતીમા મંદિરથી એસ.એચ. રોડ લંબાઈ ૬.૩૦ કિ.મી. અંદાજીત રકમ રૂ।. ૫૦૦ લાખ, વાણીયાગામ ચંદ્રાગા રોડ લંબાઈ ૧ કિ.મી. અંદાજીત રકમ રૂ।. ૧૦૦ લાખનો સમાવેશ થાય છે. જામનગર તાલુકાના કુલ ૪ નોન-પ્લાન રસ્તાઓ જેની કુલ લંબાઈ ૧૨.૮૦ કિ.મી. છે. અને જે માટે રૂ।. ૧૩૦૦ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh