Advertisement
Author: નોબત સમાચાર

ભગવાન શ્રી દ્વારકાધીશને રૂ।. સાત લાખની કિંમતના ચાંદીના વાસણો અર્પણ કરાયા

રાજકોટના પરિવાર દ્વારા

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૩: રાજકોટની ચંપા કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા કારૂભાઈ ભાણજીભાઈ પરમારે ભગવાન શ્રી દ્વારકાધીશ પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરતા અંદાજે રૂ।. ૭ લાખની કિંમતના ચાંદીના વાસણો અર્પણ કર્યા છે. આ ભાવભરી રજત ભેટમાં ચાંદીનો એક થાળ, એક તપેલી બે વાટકીનો સમાવેશ થાય છે. કારૂભાઈ પરમાર અને તેમના પરિવાર દ્વારા આ ચાંદીના વાસણો શ્રી દ્વારકાધીશ મંદિરના પૂજારી નેતાજી તથા ગોર કપિલ મનસુખલાલ ઠાકરને સુપ્રત કરવામાં આવ્યા હતાં. જગતના નાથ ભગવાન શ્રી દ્વારકાધીશ પ્રત્યેની અતૂ શ્રદ્ધા અને સમર્પણના ભાવ સાથે કરવામાં આવેલી આ ભેટે ધાર્મિક સેવાનો સુંદર સંદેશ આપ્યો છે. આ પ્રસંગે ઉપસ્થિત પરિવારજનોમાં પણ ભક્તિ અને આનંદની લાગણી જોવા મળી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh