Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલ તા.૪ ઓગષ્ટના આયોજનઃ
ખંભાળિયા તા. ૩: જિલ્લા રોજગાર કચેરી તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૦૪-૦૮-૨૦૨૬ના સવારે ૧૦:૦૦ કલાકે ટાઉનહોલ, જામ ખંભાળિયામાં નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૂપ ભરતી મેળો યોજાશે. ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયું છે. જોબફેરમાં જુદી-જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને એસ.એસ.સી., એચ.એસ.સી, (બી.એ. બી.કોમ એમ.એ., એમ.કોમ., બી.એસ.સી. બી.એડ.) બી.સી.એ., એસ,સી.એ., કોમ્પ્યુટર, તથા કોઈપણ ગ્રેજ્યુએટ જેવી લાયકાત ધરવતા ઉમેદવારો માટે કોમ્પ્યુટર એન્જીનિયરીંગ, સોફ્ટ સ્કીલ્સ, બ્યુટી અને સીસીસી, ટેલી ટ્રેનર બ્યુટીશ્યન, કોમ્પ્યુટર ઓપરેટર, સેલ્સ ગલ્સ, વીમા સખી, હેલ્પર, મેનેજમેન્ટ, શિક્ષક, ટેલી કોલર જેવી જગ્યાઓ માટે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ એક ઓપન જોબફેર હોય, કોલ લેટર ન મળેલ હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ હોય તેવા ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબફેરમાં હાજર રહી શકાશે તેમ જિલ્લા રોજગાર કચેરી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial