Advertisement
Author: નોબત સમાચાર

ભોજલધામ (ફતેપુર-અમરેલી)માં દસ ફૂટ ગોળાઈનો વિશ્વ વિક્રમ રોટલો અર્પણ...

જામનગરની જલારામ સેવા સંસ્થા દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: અમરેલી જિલ્લાના ભોજલધામ (ફતેપુર)માં  યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સમાપન પ્રસંગે જામનગરના જલારામ સેવા ટ્રસ્ટ, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ તથા જલારામ મંદિર-હાપા દ્વારા ૧૦ ફૂટ બાય ૧૦ ફૂટ ગોળાઈનો વિશાળ બાજરાનો રોટલો તૈયાર કરી સંત શિરોમણી જલારામ બાપાના ગુરુ પૂજ્ય શ્રી ભોજલરામ બાપાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યો હતો. જેને નવા કીર્તિમાન સાથેનું સર્ટીફીકેટ પ્રાપ્ત થયું છે, જે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે પૂજ્ય જલારામ બાપાના ગુરૂપૂજ્ય ભોજલ બાપાના ચરણોમાં અર્પણ કરાયું હતું

 આ અનોખા ધાર્મિક સેવા કાર્ય સાથે વિશ્વવિક્રમ સ્થાપિત કરવામાં આવ્યો છે, અને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સની ટીમ દ્વારા વિશ્વ વિક્રમી રોટલા માટેનું નવું સર્ટીફીકેટ એનાયત કરાયું હતું

શ્રી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા અગાઉ જામનગરમાં પૂજ્ય સંતશિરોમણી શ્રી જલારામ બાપાને ૭ ફૂટ વ્યાસનો બાજરાનો રોટલો અર્પણ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો. તે પરંપરાને આગળ વધારતાં ગુરૂપૂર્ણિમાના પાવન દિવસે ભોજલધામમાં ૧૦ ફૂટ વ્યાસનો વિશાળ બાજરાનો રોટલો તૈયાર કરી ભાવપૂર્વક અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પવિત્ર પ્રસંગે ભોજલધામના મહંત પૂજ્ય શ્રી ભક્તિરામ બાપુ, ભુપેન્દ્રભાઈ જોષી તથા નિખિલભાઈ પટેલ ઉપસ્થિત રહૃાા હતા. ઉપરાંત ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમના પ્રમુખ જીતુભાઈ લાલ, જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ દતાણી, તેમજ ટ્રસ્ટના નવનિતભાઈ સોમૈયા, ભાવેશભાઈ પટેલ, વિરલભાઈ સોની, ધીરેનભાઈ દતાણી મનોજભાઈ ચંદારાણા જસ્મીનબેન દતાણી અલ્પાબેન ચંદારાણા માલુબેન કોળીની ઉપસ્થિતિમાં આ વિશ્વવિક્રમી ધાર્મિક સેવા કાર્ય સંપન્ન થયું હતું.

જલારામ સેવા ટ્રસ્ટના આગેવાનોના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સંત શિરોમણી જલારામ બાપાના ગુરુ એવા પૂજ્ય શ્રી ભોજલરામ બાપા પ્રત્યેની અખંડ શ્રદ્ધા વ્યક્ત કરવાની સાથે અન્નદાન, સેવાભાવ અને ભારતીય સંસ્કૃતિનો સંદેશ વિશ્વ સુધી પહોંચાડવાનો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh