Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રામનાથ સોસાયટીમાં વધુ એક સમસ્યાઃ
ખંભાળીયા તા. ૩: ખંભાળીયામાં રામનાથ સોસાયટી, રામનાથ રોડ તથા મહાદેવવાડા તથા ઘી નદીની પાસેના વિસ્તારોમાં રખડતા કૂતરાઓ રોજ દિવસે અને રાત્રે પણ આતંકનું સામ્રાજય ફેલાવતા હોય, પાલિકા દ્વારા પગલાં લઈ કૂતરાઓને પકડવાની માંગણી કરાઈ છે.
એક વાછરડી પર ચાર-પાંચ આવા ડાઘીયા શીકારી કૂતરાઓએ હુમલો કરીને તેને લોહી-લુહાણ કરી દરી દીધી હતી. ત્યાં વાછરડીની ચીસો સાંભળી ત્યાંથી નીકળતા સેવાભાવી બ્રાહ્મણ અગ્રણી પરેશભાઈ મહેતાએ શીકારી કૂતરાઓને ભગાડીને વાછરડીને બચાવીને સેવાભાવી સંસ્થા તથા ગૌ સેવક અશોકભાઈ સોલંકીની મદદથી વાછરડીને સલામત સ્થળે પહોંચાડવા વ્યવસ્થા કરી હતી. આ કૂતરાઓ શેરીઓમાં નાના બાળકોની પાછળ પડી તેમને પણ હેરાન કરતા હોવાની ફરિયાદો ઉટી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial