Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની શ્રી ગાયત્રી શક્તિપીઠમાં નેત્રયજ્ઞ બી.પી., ડાયાબિટીસ, એક્યુપ્રેશરનો નિઃશુલ્ક કેમ્પ

શ્રી સદ્ગુરૂ રણછોડદાસજી બાપુ ચેરી. હોસ્પિટલના સહયોગથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગર અને શ્રી રણછોડદાસજી બાપુ ચેરી. હોસ્પિટલ-રાજકોટના ઉ૫ક્રમે શરૂ સેકશન રોડ, શિવમ્ પેટ્રોલપંપ પાછળ, જામનગરમાં આવેલ શ્રી ગાયત્રી શક્તિપીઠના ત્રિપદા ભવનમાં જનતાના લાભાર્થે વિનામૂલ્યે શ્રી સદ્ગુરૂ સુપર મેગા નેત્રમણી નેત્રયજ્ઞ (ઓપરેશન સુવિધા સાથે)નું આયોજન બુધવાર તા. ૫-૮-૨૬ના સવારે ૯ થી ૧૨ દરમ્યાન કરવામાં આવ્યું છે.

આ વિનામૂલ્યે નેત્રયજ્ઞમાં શ્રી સદ્ગુરૂ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટના નિષ્ણાત ડોકટર તથા સ્ટાફ પોતાનું યોગદાન આપશે. આ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી, જરૂરિયાતવાળા મોતીયાના દર્દીને બસમાં લઈ જઈ આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું ઓપરેશન કરી આપાવમાં આવશે. તથા વિનામૂલ્યે નેત્રમણી બેસાડી આપવામાં આવશે. ઓપરેશન થયા બાદ દર્દીને રહેવા-જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, દવા, ટીપાં મફત આપવામાં આવશે. ઓપરેશન થયા બાદ દર્દીને ગાયત્રી શક્તિપીઠ જામનગરના કેમ્પના સ્થળે પરત મુકવાની વ્યવસ્થા પણ રાજકોટની હોસ્પિટલ તરફથી કરવામાં આવશે. આ દિવસે શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં કાયમી ધોરણે ચાલતા એક્યુપ્રેશર વિભાગ દ્વારા એક્યુપ્રેશર કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં શરીરના કોઈપણ અંગના દુઃખાવા માટે એક્યુપ્રેશર પદ્ધતિથી સારવાર કરી આપવામાં આવશે. તેમજ લાયન્સ કલબ વેસ્ટ જામનગરના સહયોગથી ડાયાબિટીસ તથા બી.પી.ની તપાસનો કેમ્પ પણ રાખેલ છે. તો ઉપરોક્ત કેમ્પોનો લાભ લેવા શ્રી ગાયત્રી શક્તિપીઠ દ્વારા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh