Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાયને શરીર પર ગાંઠો દેખાયઃ સખત તાવ અને ઉત્પાદક્તા ઘટી જાયઃ તંત્ર જાગશે?
જામનગરમાં ફરી એક વખત ગાયને લમ્પી રોગ લાગુ પડ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, અને ફફડાટ વ્યાપ્યો છે. આજે સવારે જામનગરના રણજીતસાગર માર્ગ, જડેશ્વર પાર્ક વિસ્તારમાં ત્રણ ગાયોના શરીર ઉપર ગાંઠો જોવા મળી હતી, જે લમ્પી રોગના લક્ષણો છે. ખાસ કરીને મચ્છર, માખી, ઈતરડી, બગાઈ જેવા જીવજંતુઓ કરડવાથી અથવા દૂષિત ખોરાક, પાણી મારફત ગાયમાં આ રોગ ફેલાય છે. આ રોગમાં ગાયને ખૂબ જ તાવ આવે છે, દૂધ ઉત્દાક્તા ઘટી જાય છે, શરીર ઉપર ગાંઠો, પગમાં સોજા, આંખ-નાકમાંથી સતત પ્રવાહી ટપકવું વગેરે લક્ષણો જોવા મળે છે. જો આ ગાયોને ખરેખર લમ્પી રોગ લાગુ પડ્યો હોય તો તાત્કાલિક સારવાર કરવી જોઈએ જેની સત્વરે પશુચિકિત્સકોએ નોંધ લેવા માંગ ઊઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial