Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યમાં એવરેજ ૬૯.૩૬ ટકા, દ્વારકા જિલ્લામાં ૧૦ ટકાથી નીચે વરસાદઃ દ્વારકા-કલ્યાણપુર કોરા ધાકોળ

દક્ષિણ ગુજરાતમાં સર્વાધિક ૯૬ ટકા જેટલો વરસાદ નોંધાયોઃ

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ૩: ગુજરાતમાં સિઝનનો ૬૯ ટકા વરસાદ વરસ્યો છતાં દ્વારકા અને કલ્યાણપુરમાં નહીંવત વરસાદ થતા બન્ને તાલુકા કોરાધાકોળ છે. કચ્છમાં ૨૯.૦૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૧.૧૬ ટકા, પૂર્વ મધ્યમાં ૬૫.૭૫ ટકા, સૌરાષ્ટ્રમાં ૫૪.૪૭ ટકા તથા દક્ષિણ ગુજરાતમાં ૯૫.૭૪ ટકા વરસાદ નોંધાયો : દ્વારકા તાલુકામાં ૨.૨૮ ટકા અને કલ્યાણપુરમાં ૩.૨૧ ટકા વરસાદ પડ્યો છે. જ્યારે ભાણવાડમાં ૯.૩૭ ટકા અને ખંભાળીયામાં ૯.૪૩ ટકા વરસાદ નોંધાયો છે.

કચ્છમાં ૨૯.૦૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૧.૧૬ ટકા, પૂર્વ મધ્યમાં ૬૫.૭૫ ટકા, સૌરાષ્ટ્રમાં ૫૪.૪૭ ટકા તથા દક્ષિણ ગુજરાતમાં ૯૫.૭૪ ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ ૬૯.૩૬ ટકા વરસાદ વરસ્યો હોવા છતાં  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર ૬.૨૪ ટકા જ વરસાદ વરસ્યો છે. દ્વારકા તાલુકમાં ૨.૨૮ ટકા અને કલ્યાણપુરમાં ૩.૨૧ ટકા વરસાદ પડ્યો છે. જ્યારે ભાણવાડમાં ૯.૩૭ ટકા અને ખંભાળીયામાં ૯.૪૩ ટકા વરસાદ નોંધાયો છે. આ સિવાય પોરબંદરમાં પણ ૯.૦૯ ટકા વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત રાજ્યના એક પણ તાલુકામાં ૧૦ ટકાથી ઓછો વરસાદ નોંધાયો નથી. રાધનપુર ૧૦૩.૦૫ ટકા, સાંતલપુર  ૧૧૭.૩૭ ટકા, ભાભર ૧૦૪.૩૧ ટકા, દીયોદર ૧૧૨.૮૬ ટકા, કડી ૧૧૬.૮૪ ટકા, ધોળકા ૧૦૬.૪૮ ટકા, માંડલ ૧૦૮ ટકા, વિરમગામ ૧૧૮.૮૭ ટકા, ખેડા ૧૦૨.૧૭ ટકા, મહેમદાબાદ ૧૩૭.૭૨ ટકા, માતર ૧૧૨.૭૦ ટકા, વસો ૧૨૧.૮૨ ટકા,સોજીત્રા ૧૧૫.૮૩ ટકા, તારાપુર ૧૦૧.૮૩ ટકા, માંગરોળ (જૂનાગઢ) ૧૦૯.૭૪ ટકા, અંકલેશ્વર ૧૦૦.૧૨ ટકા, નેત્રંગ ૧૪૨.૯૧ ટકા, વાલોડ ૧૧૪.૭૨ ટકા, ડોલવણ ૧૨૫.૯૨ ટકા,  અંબિકા ૧૫૧.૩૬ ટકા, બારડોલી ૧૧૨.૦૫ ટકા, કામરેજ ૧૧૯.૩૮ ટકા, માંગરોળ ૧૧૪.૬૦ ટકા, પલસાણા૧૩૮.૭૬ ટકા, સુરત શહેર  ૧૦૯.૫૦ ટકા, ઉમરપાડા ૧૦૮.૯૧ ટકા, ચીખલી ૧૨૬.૨૧ ટકા, ગણદેવી ૧૦૧.૯૦ ટકા, જલાલપોર ૧૦૦.૬૩ ટકા, ખેરગામ ૧૨૬.૨૫ ટકા, નવસારી ૧૦૪.૭૬ ટકા, વાંસદા ૧૨૧.૦૧ ટકા, કપરાડા ૧૧૦.૩૮ ટકા, નાનાપોંઢા ૧૦૫.૨૬, પારડી ૧૦૮.૫૫ ટકા, ઉમરગામ ૧૨૮.૫૮ ટકા, વલસાડ ૧૧૦.૬૧ ટકા

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે ૬ કલાકે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૨૬ તાલુકામાં વરસાદ પડ્યો હતો.રાજકોટમાં સૌથી વધુ ૨.૭૨ ઇંચ, વલસાડના કપરાડામાં ૧.૭૩ ઇંચ, રાજકોટના પડધરીમાં ૧.૫૦ ઇંચ, વાવ થરાદના દીયોદરમાં ૧.૪૬ ઇંચ, વલસાડના નાનાપોંઢામાં ૧.૩૪ ઇંચ, અરવલ્લીના મોડાસામાં ૧.૨૨ ઇંચ, કચ્છના મુન્દ્રામાં ૧.૦૬ ઇંચ તથા સુરતના અંબિકામાં ૧.૦૬ ઇંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય એક પણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર,કચ્છમાં હળવા વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ  ગુજરાત, મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh