Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ક્રેટા મોટરના ચાલક સામે નોંધાવાઈ ફરિયાદઃ
જામનગર તા. ૩: કાલાવડના છતર ગામ પાસે ગઈકાલે સવારે બાઈક સાથે મોટર ટકરાઈ પડતા મજૂરી માટે મધ્યપ્રદેશથી આવીને રહેતા એક યુવાન તથા તેના બનેવીના ભાઈને ઈજા થઈ છે.
કાલાવડ તાલુકાના મોટા ભાડુકીયા ગામમાં અરવિંદભાઈ સભાયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના રીંગોલ ગામના વિપુલભાઈ ચનાભાઈ ભાંભોર તથા તેમના બનેવીના ભાઈ કાળુભાઈ ગઈકાલે સવારે જીજે-૩-ડીએમ ૨૪૩૦ નંબરના મોટરસાયકલમાં કાલાવડ તરફ આવવા માટે નીકળ્યા હતા.
આ બંને વ્યક્તિ જ્યારે છતર ગામ પાસે પુલીયા નજીક પહોંચ્યા ત્યારે જીજે-૧૦-ઈએક્સ ૨૭૮ નંબરની ક્રેટા મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી. તે મોટરના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જતા બાઈક પરથી વિપુલભાઈ તથા કાળુભાઈ ફંગોળાઈ ગયા હતા અને બંનેને ઈજા થઈ હતી.
અકસ્માત પછી દોડી આવેલી એમ્બ્યુલન્સમાં બંને ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં વિપુલભાઈએ મોટર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. અકસ્માતમાં વિપુલભાઈને ફ્રેક્ચર થઈ ગયું છે. જ્યારે કાળુભાઈને માથા તથા છાતીમાં ઈજા થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial