Advertisement
Author: નોબત સમાચાર

ટાઉનહોલ-સાત રસ્તા-એરફોર્સ-વાલસુરા થઈને રેલવે સ્ટેશનની વધુ સિટીબસો દોડાવો

રીંગ રોડ પર સમર્પણથી બેડીબંદર-ગાંધીનગરના રૂટ તથા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગર મહાનગર પાલિકાને નવી રપ ઈલેક્ટ્રીક સિટીબસો મળી છે અને ટૂંક સમયમાં નજીકના ચોરફના વિસ્તારોને આવરી લેવાશે, જેમાં નજીકના નાના-નાના ગામડાઓ તથા ચારેય તરફના ઓસાયટી વિસ્તારોને આવરી લેવાશે, તેવી જાહેરાત થતા સ્થાનિક તથા આજુબાજુના ગામડાઓ પર રહેતા હજારો ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોમાં ખુશીની લહેર દોડી ગઈ છે, અને આ સ્થાનિક પરિવહન પર્યાવરણની દૃષ્ટિએ તથા ઈંધણ બચત માટે ઉપયોગી હોવાથી વડાપ્રધાનની અપીલ મુજબ ઘણાં સમૃદ્ધ લોકો પણ સિટી બસના નિયમિત પ્રવાસ કરતા થયા છે. એટલું જ નહીં, રાજકીય પક્ષોના યુવા અને મહિલા સંગઠનો પણ સિટીબસનો ઉપયોગ કરતા થયા છે, તેથી જો આ સેવાનું વિસ્તૃતિકરણ થશે, તો તે બહુહેતુક પૂરવાર થશે, તેવા પ્રતિભાવો છે.

આ ઉપરાંત રીંગ રોડ પર સમર્પણ સર્કલથી મહાકાળી સર્કલ, નયારા પંપ, આર.ઓ., રવિપાર્ક ટાઉનઉશીપ, નિલકંઠના સ્ટોપ સાથે ઢીંચડા ગામ, બેડીબંદર થઈને ગાંધીનગરનો સક્યુલર રૂટ શરૂ કરવામાં આવે, તો તેમાં પણ પૂરો ટ્રાફિક મળી શકે છે અને આ વિસ્તારના વસવાટ કરતા હજારો લોકોને ફાયદો થાય તેમ છે. યાદવનગર, મયુરનગર, ઢીંચડા, રોઝીબંદર, બેડીબંદર જેવા ગ્રામ્ય-શહેરી વિસ્તારોને સાંકળીને આ સરક્યુલર રૂટ શરૂ થાય તો થોડા મહિનાઓમાં જ આ રૂટ પર પણ ઈ-સિટીબસોને નોંધપાત્ર ટ્રાફિક મળી શકે છે અને ખાસ કરીને શહેરના આ ઝડપથી વિકસિ રહેલા અને હજારોની વસ્તી ધરાવતા તથા સિટીબસની નવી સેવાથી અત્યાર સુધી વંચિત રહેલા વિસ્તારોને સિટીબસ સેવાનો લાભ મળી શકે છે. સમર્પણ સર્કલ પર ખંભાળિયા, પોરબંદર, દ્વારકા તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી વિવિધ વાહનો તથા બસોમાં જામનગર આવતા આ વિસ્તારના લોકો ઉતરે, તે પછી પોતાની સોસાયટી કે ઘર તરફ જવા માટે સમર્પણથી આર.ઓ., બેડીબંદર થઈને ગાંધીનગર (વાયા-વાલસુરા) સિટીબસ રૂટ પણ હજારો નાગરિકોને ઉપયોગી થશે અને ધીમે ધીમે તેમાં ટ્રાફિક વધતા આ રૂટ પર ભવિષ્યમા બસોની સંખ્યા પણ વધારવી પડી શકે છે.

જામનગરના સમગ્ર વિસ્તારોને આવરી લેતી નિયમિત સિટીબસ સેવાનો લાંબા સમયથી અભાવ હોવાથી લોકો રિક્ષાછકડામાં મુસાફરી કરવા ટેવાઈ ગયા હોવાથી તથા આ પહેલાની સિટીબસ સેવાઓ વ્યાપક કે નિયમિત નહીં હોવાથી આ પ્રકારના નવા સિટીબસ રૂટો પર સિટીબસોમાં મુસાફરી કરવા માટે લોકોને પ્રેરિત કરવા માટે સિટીબસોના સ્ટાફનું પ્રો-પબ્લિક અને પ્રેક્ટિકલ વલણ તથા થોડા મહિનાની પ્રયોગાત્મક ધીરજ જરૂરી છે, એકંદરે આ સિટીબસ સેવાનો ઉદ્દેશ્ય નાગરિકોને સસ્તુ અને ઝડપી સ્થાનિક પરિવહન પૂરૃં પાડવાનો જ હોવો જોઈએ, માત્ર કોમર્શિયલ નહીં...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh