Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'ધર્મેન્દ્ર પ્રધાન તો ઝાંખી હૈ... અમિત શાહ અભી બાકી હૈ' સૂત્રોચ્ચાર
અમદાવાદ તા. ૩: અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા યોજાયેલી 'છાત્રો કી ગૂંજ' કાર્યક્રમ હેઠળ મોદી સરકાર સામે ઉગ્ર વિરોધ સાથે અમિત શાહના રાજીનામાની માંગ સાથે નારેબાજી
અમદાવાદના નહેરૂ બ્રિજ ચાર રસ્તા પાસેથી રેલી કાઢીને કોંગ્રેસે 'છાત્રો કી ગૂંજ' કાર્યક્રમ હેઠળ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રી સામે સૂત્રોચ્ચાર કરી કોંગ્રેસ કાર્યકરોએ 'અમિત શાહ રાજીનામું આપો' જેવા નારા લગાવ્યા હતાં અને ધરણાં યોજ્યા હતાં. કાયદો અને વ્યવસ્થા જાળવવા ર જીસીપી સહિત ૪૦૦-પ૦૦ પોલીસકર્મીઓનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
અમદાવાદ શહેરના નહેરૂ બ્રિજ, ચાર રસ્તા નજીક આજે આ રેલી તથા ધરણાંમાં મોટી સંખ્યામાં એનએસયુના કાર્યકર્તાઓ અને યુવાનો એકઠા થયા હતાં અને કેન્દ્ર સરકાર તથા ગૃહમંત્રી સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતાં. દેખાવો કરી રહેલા કાર્યકર્તાઓના હાથમાં વિવિધ નારા લખેલા પોસ્ટરો જોવા મળ્યા હતાં.
કાર્યકર્તાઓએ 'અમિત શાહ રાજીનામું આપો', 'ધર્મેન્દ્ર તો ઝાંખી હૈ, અમિત શાહ અભી બાકી હૈ' તેમજ 'વિદ્યાર્થીઓ અને યુવાઓ ઉપર ખોટી એફઆઈઆર બંધ કરો' જેવા નારા લગાવીને સમગ્ર વિસ્તાર ગૂંજવી મુક્યો હતો. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, નવા અંગ્રેજોના શાસનને યુવાનો નહીં ચલાવી લ્યે.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ઘટનાસ્થળે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સુરક્ષા વ્યવસ્થા માટે ર જેસીપી, અલગ-અલગ વિસ્તારના એસીપી અને વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત અંદાજે ૪૦૦ થી પ૦૦ જેટલા પોલીસકર્મીઓનો કાફલો નહેરૂ બ્રિજ ચાર રસ્તામાં ખડકી દેવાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial