Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૭૫,૬૦૦ના દારૂ સાથે એક શખ્સની અટકાયતઃ
જામનગર તા. ૩: જામનગરના સ્વામીનારાયણ નગર પાસે ડ્રીમ સિટીમાં એક શખ્સના મકાનમાં ગઈકાલે પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા ત્યાંથી ઈંગ્લીશ દારૂની નાની મોટી ૧૩૨ બોટલ મળી આવી હતી. રૂ।.૭૫,૬૦૦ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી આરોપીની ધરપકડ કરાઈ છે.
જામનગરના સ્વામી નારાયણનગર વિસ્તારમાં એક શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી સિટી બી ડિવિઝનના ડી.ડી. વાઢેર, નિલેશ ઠાકરીયા, સાજીદ બેલીમને મળતા પીઆઈ એન.એમ. ગઢવીને વાકેફ કરાયા પછી પીએસઆઈ એમ.એચ. મહેતા તથા ટીમ દ્વારા ગઈકાલે સ્વામીનારાયણનગર નજીક ડ્રીમ સિટીમાં જુવાનસિંહ બહાદુરસિંહના મકાનમાં દરોડો પાડ્યો હતો.
આ મકાનની તલાશી લેવાતા ત્યાંથી ઈંગ્લીશ દારૂની ૩૬ મોટી બોટલ તથા ૯૬ ચપલા મળી આવ્યા હતા. કુલ રૂ।.૭૫,૬૦૦ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી પોલીસે જુવાનસિંહની અટક કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial