Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અખંડ રામધૂનના ૬૩ મા વર્ષમાં પ્રવેશની ભક્તિમય ઉજવણીઃ
'છોટીકાશી' જામનગરમાં તળાવની પાળ પર આવેલ શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિરે બ્રહ્મલીન પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂનનો ૬૩ મા વર્ષમાં મંગલ પ્રવેશ થવાની ઉજવણી નિમિત્તે ભગવાનને વિશેષ શ્રૃંગાર અર્પણ કરી વિવિધ મનોરથનું આયોજન કરી સાંજે પ૧ દીવાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાઆરતીમાં હજારો ભક્તો ઉમટ્યા હતાં અને મંદિર પરિસરમાં હકડેઠઠ મેદની વચ્ચે રામધૂનની ગૂંજ વચ્ચે મહાઆરતીથી દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ, ટ્રસ્ટી ગિરીશભાઈ ગણાત્રા સહિતના હોદ્દેદારો તથા સ્વયંસેવકો દ્વારા સમગ્ર ધર્મોત્સવ સફળ બનાવવા પરિશ્રમ કરવામાં આવ્યો હતો. એક ભક્ત દ્વારા બ્રહ્મલીન શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની પ્રતિમા અર્પણ કરવામાં આવી હતી. અખંડ રામધૂનનો ક્રમ ભૂકંપ, વાવાઝોડુ જેવી કુદરતી આફતો અને કોરોના જેવી મહામારીમાં પણ તૂટ્યો નથી જે રામકૃપા અને નગરની ધર્મપ્રેમી જનતાની અતૂટ શ્રદ્ધાના પ્રતીક સમાન છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial