Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૂત્રો-બેનરો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ખંભાળિયા તા. ૩: ખંભાળિયામાં વડાલિયા સિંહણ પાસેથી જીે.એસ.પી.એલ. કંપની દ્વારા ખેતરોમાં ગેસની પાઈપલાઈનો નાખવા સામે ખેડૂતો દ્વારા ખેતરમાં છાવણી રાખીને વિરોધ વ્યક્ત કરીને રોજ અવનવા કાર્યક્રમો આપવામાં આવે છે. ગઈકાલે રવિવારે રજા હોય, બાળકો પણ તેમના વાલીઓ સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતાં તથા ખેડૂત બચશે તો દેશ બચશે, ખેડૂતોના ભોગે વિકાસ કેમ? રોટલી કોમ્પ્યુટરમાં 'ડાઉનલોડ' નહીં થાય. કાયદાઓ કંપનીને લાગુ નહીં ખેડૂતોને તથા પાકમાં જેસીબી ચલાવવાનું બંધ કરો. દાદાગીરી બંધ કરોના બેનરો સાથે નાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. ખેડૂતોમાં રોષ ફેલાયો છે કે જી.એસ.પી.એલ. કંપનીની ઓફિસમાં માત્ર રજૂઆત કરવા જનારા ખેડૂતોને ગેટ પાસ બનાવવો પડતો હોય તો ખેડૂતોના ઊભા પાક પર જેસીબી વગર મંજુરીએ કેમ ચલાવાય છે?! પાંચ દિવસથી ચાલતા આંદોલનમાં ખેડૂતો ઘરે જમવા પણ જતા નથી અને ખેતીમાં જ રસોઈ બનાવીને આંદોલનકારીઓ સાથે જ જમે છે. યોગ્ય વળતર ચૂકવ્યા વગર કંપની દ્વારા થતી કામગીરીનો વિરોધ વ્યક્ત કરવા ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial