Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે દિવસના બદલે ત્રણ દિવસે પાણી વિતરણઃ
ખંભાળીયા તા. ૩: જો ખંભાળીયા નગરપાલિકા તંત્ર દ્વારા સત્વરે પાણીના સ્ત્રોત માટે આયોજન કરવામાં નહીં આવે તો શહેરમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાવાની દહેશત પ્રવર્તે છે. લોકોને પાણી માટે વલખાં મારવા પડે તેવી સ્થિતિ થાય તો નવાઈ નહીં..!
ખંભાળીયા નગરપાલિકા દ્વારા તા. ૧-ઓગસ્ટ-ર૦ર૬ થી પાણી કાપ લાદીને હવે બે ના બદલે ત્રણ દિવસે પાણી વિતરણ શરૂ કર્યુ છે, પણ પાણીકાપ કરી દેવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે..!
ઘી ડેમમાં ડેડ વોટરની પાણીની સ્થિતિ છે તથા પાલિકાના વોટ એક પછી એક ડૂબવા લાગ્યા છે. જુના કૂવા હજુ ચાલુ નથી થયા ત્યારે નર્મદાના પાણીનો જથ્થો પણ ૪/પ એમએલડી આવતો હોય, તેનાથી લોકોની જરૂરિયાત પૂરી થાય તેમ ના હોય, તાકીદે નવા બોર કરવા કે પાણીનો વિકલ્પ શોધવા તથા નર્મદા ડેમનો પાણીનો જથ્થો વધારવા આયોજન જરૂરી બન્યું છે.
ઘી ડેમમાં તો ડેડ વોટર જ છે ત્યારે પાણી હજુ કાંઠા પાસે ભરેલું હોય, ડેમમાં રહેલા પાલિકાના બોર તથા કૂવા સુધી પહોંચાય તેમ ના હોય તથા વીજ થાંભલા લાઈનો પણ ઊભી ના થઈ શકે તેમ હોય, દિવસો નીકળી ગયા પછી ડેમનું પાણી સાવ સૂકાય જાય પછી ત્યાં જવાય તેમ હોય તેથી તેના વિકલ્પ તથા વર્ષો જુના પાણીનો સ્ત્રોત ત્રંભાની વાવ પણ હજુ પાણી ફરતે હોય, પાણીનો સ્ત્રોત તાકીદે જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial