Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બિહારમાં બાંકીપુરમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશના દતિયામાં પ્રારંભિક રાઉન્ડ્સમાં કોંગ્રેસને લીડઃ રસાકસી હતી
નવી દિલ્હી તા. ૩ ગુજરાતની માંજલપુર સહિત ત્રણ રાજ્યોની ખાલી પડેલી પેટાચૂંટણીમાં ગુજરાતના માંજલપુરમાં સતિષ પટેલનો વિજય થતાં ભાજપે વિજયોત્સવની ઉજવણી શરૂ કરી છે, જયારે બપોરે એક વાગ્યે બાંકીપુરમાં પ્રશાંત કિશોર અને મધ્યપ્રદેશના દતિયામાં કોંગ્રેસના ઘનશ્યામસિંહ આગળ હતાં.
દેશના ગુજરાત સહિત ત્રણ રાજ્યોની વિધાનસભાઓની ખાલી પડેલી ત્રણ બેઠકોની પેટાચૂંટણીની આજે મતગણતરી થઈ રહી છે. ગુજરાતના માંજલપુરમાં ભાજપના ઉમેદવાર સતીષ પટેલને નિર્ણાયક તોતીંગ વિજય મળતા ભાજપે વિજયોત્સવ ઉજવવાની શરૂઆત કરી છે. બપોરે એક વાગ્યા સુધીમાં બિહારના બાંકીપુર અને મધ્ય પ્રદેશના દતિયામાં પ્રારંભિક રાઉન્ડમાં ભાજપ પાછળ હોવાના અહેવાલો હતાં.
સતીષ૫ટેલનો ૨૮ હજાર મતે વિજય થયો છે.
ઉલ્લેખનિય છે કે, માંજલપુર વિધાનસભા બેઠક ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી યોગેશ પટેલના નિધનના કારણે ખાલી પડી હતી. આ બેઠક પર ૩૦ જુલાઈએ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કુલ ૨૬૦ મતદાન મથકો પર માત્ર ૩૭.૫ ટકા થી ૩૭.૭ ટકા જેટલું ઓછું મતદાન નોંધાયું હતું.
આ પેટાચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે છે. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર સતેન્દ્રભાઈ ઉર્ફે સતીષ ગોવિંદભાઈ પટેલ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે, જયારે પૂર્વ મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ ભીખાભાઈ રબારીને મેદાનમાં ઉતાર્યા છે.
માંજલપુર બેઠક દાયકાઓથી ભાજપનો પરંપરાગત ગઢ રહી છે. સ્વ. યોગેશ પટેલે ૧૯૯૦ થી ૨૦૦૭ વચ્ચે રાવપુરા બેઠક પરથી ૫ વાર અને ત્યારબાદ નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી માંજલપુર બેઠક પરથી ૨૦૧૨, ૨૦૧૭ અને ૨૦૨૨ માં સતત વિજય મેળવ્યો હતો. તેઓ સતત ૮ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ ૨૦૨૨ ની ચૂંટણીમાં ૬૦.૧૫% મતદાન થયું હતું અને યોગેશ પટેલે ૧,૨૦,૧૩૩ મતો મેળવીને કોંગ્રેસના ઉમેદવારને મોટા અંતરથી હરાવ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે આ પેટાચૂંટણીમાં જનતા ભાજપના સતીષ પટેલને વિજય અપાવે છે કે કોંગ્રેસ ઉલટફેર કરવામાં સફળ થાય છે.
બીજી તરફ બિહારની બાંકીપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની મતગણતરીના પ્રથમ રાઉન્ડના અંતે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. પ્રથમ રાઉન્ડની ગણતરી પૂર્ણ થતાં જ જનસુરાજ પાર્ટીએ ભાજપ અને રાજદ બંને મુખ્ય પક્ષોને પાછળ છોડીને સરસાઈ મેળવી લીધી છે. જનસુરાજ પાર્ટીના ઉમેદવાર પ્રશાંત કિશોર અન્ય બે મુખ્ય હરીફ પક્ષોના ઉમેદવારો કરતાં આગળ ચાલી રહૃાા છે.
તદ્પરાંત, મધ્યપ્રદેશના દતિયાની બેઠક પર ઉલટફેર થઈ જતાં ભાજપના ઉમેદવાર ચોથા રાઉન્ડ પછી પણ પાછળ ચાલી રહ્યા છે. ૮૩૩ વોટની લીડ સાથે કોંગ્રેસ ઉમેદવાર ઘનશ્યામસિંહ કુલ ૧૭૨૯૦ વોટ મેળવી ચૂકયા છે. જયારે ભાજપ નેતા આશુતોષ તિવારી ૧૬૪૫૭ વોટ સાથે પાછળ ચાલી રહ્યા છે. જો કે, આ બન્ને બેઠકો પર હજુ પ્રારંભિક રાઉન્ડ જ ગણાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial