Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેંકમાં હાર મૂકવાનું કહી ઓળવી જવાયોઃ
જામનગર તા. ૩: લાલપુરના સણોસરી ગામના એક આસામી પાસેથી બેંકમાં મૂકવા માટે જૂના સોનાનો રૂ।.૯ લાખની કિંમતનો હાર એક આસામીએ મેળવ્યા પછી હાર છોડાવવા માટે રૂ।.૪ લાખ આપવા પડશે તેમ કહી હાર તથા રોકડ બંને ઓળવી જઈ છેતરપિંડી કરતા અને પતાવી દેવાની ધમકી પણ આપતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
લાલપુર તાલુકાના સણોસરી ગામમાં રહેતા જયસુખભાઈ કરસનભાઈ નંદાણીયાએ સણોસરી ગામના જ ભીખુભાઈ વસરા સામે પોલીસમાં છેતરપિંડી અને ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવાયા મુજબ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ભીખુભાઈએ જયસુખભાઈને પોતાના બાપદાદાના વખતનો અંદાજે રૂ।.૯ લાખ કિંમતનો સોનાનો હાર જામજોધપુરની બેંકમાં ભીખુભાઈના નામે મુકવા માટે આપ્યો હતો. ત્યારપછી ભીખુભાઈએ હાર પરત મેળવવા માટે રૂ।.૪ લાખ આપવા પડશે તેમ કહેતા તેના પર વિશ્વાસ રાખીને જયસુખભાઈએ રૂ।.૪ લાખ રોકડા આપ્યા હતા.
પરંતુ ભીખુભાઈએ ન તો રૂ।.૯ લાખનો સોનાનો હાર પરત આપ્યો અને ન તો રૂ।.૪ લાખની રકમ પરત કરી હતી. જયસુખભાઈએ વારંવાર ઉઘરાણી કરતાં ભીખુભાઈએ 'હાર માંગશો તો પતાવી દઈશ' તેવી ધમકી આપી હતી.
દરમિયાન જયસુખભાઈને જાણ થઈ હતી કે તેમનો રૂ।.૯ લાખ કિંમતનો સોનાનો હાર ભીખુભાઈએ કપટપૂર્વક અન્યત્ર વેચી નાખ્યો છે. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial