Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક શખ્સે ઊંચાઈ પરથી ફેંકેલો પથ્થર વાગી ગયોઃ
જામનગર તા. ૩: જામનગરના લાલપુર બાયપાસ પાસેના બુદ્ધનગરમાં શનિવારે રાત્રે એક શખ્સે પથ્થર ઉપાડી ઉંચાઈ પરથી પાડોશી વૃદ્ધાના ઘરમાં ફેંકતા માથામાં પથ્થર વાગતા ઘવાયેલા વૃદ્ધાને સારવારમાં ખસેડાયા છે. વૃદ્ધાનો ભાણેજ તથા આરોપીનો ભાઈ સાથે ફરતા હોવાની બોલાચાલી પછી ઉકત હુમલો થયો હતો.
જામનગર નજીકના લાલપુર બાયપાસ પાસે આવેલા કુબેર પાર્ક નજીકના બુદ્ધનગર વિસ્તારમાં રહેતા લક્ષ્મીબેન હરીશભાઈ સાગઠીયાએ બુદ્ધનગરમાં રહેતા મનસુખભાઈ દેવશીભાઈ બગડા અને તેમના પુત્ર નિલેશભાઈ મનસુખભાઈ બગડા સામે હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ સીટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
પોલીસ ફરિયાદ મુજબ મનસુખભાઈનો પુત્ર મેહુલ પોતાના મિત્ર તેમજ લક્ષ્મીબેનના ભાણેજ સુજલ સાથે ફરતો હોવાથી લક્ષ્મીબેનની પુત્રી કંકુબેને મેહુલને સમજાવતાં બંને પક્ષ વચ્ચે મનદુઃખ થયું હતું. આ બાબતનો ખાર રાખી શનિવારે રાત્રે મનસુખભાઈ અને તેમનો પુત્ર નિલેશ લક્ષ્મીબેનના ઘરે ધસી આવ્યા હતા.
આ શખ્સોએ ગાળાગાળી કર્યા પછી નિલેશભાઈ પોતાના મકાનની છત પર મોટો પથ્થર લઈને ચડી ગયો હતો. ત્યાંથી તેણે લક્ષ્મીબેનના રસોડાની છત તરફ પથ્થર ફેંકતા નીચે રહેલા લક્ષ્મીબેનના માથામાં વાગ્યો હતો. હુમલામાં તેમને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમના માથામાં ૧૭ ટાંકા લેવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ બનાવ અંગે લક્ષ્મીબેન હરીશભાઈ સાગઠીયાની ફરિયાદના આધારે સીટી 'એ' ડિવિઝન પોલીસે મનસુખભાઈ દેવશીભાઈ બગડા અને નિલેશભાઈ બગડા સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial