Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં નજીકના ગામડાઓને આવરી લેતી ૫૦ ઈ-એરકન્ડીશન્ડ સિટી બસો દોડશેઃ ટૂંક સમયમાં અમલ

મહાનગરપાલિકાને વધુ ૨૫ બસો મળતા ઈ-બસ સિટી બસ સેવાનું વિસ્તરણઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૦૩: જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલતી ઈ-બસ સેવાનો વધુ વિસ્તાર કરવા માટેનો મહત્ત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરાઈ છે. વધુ ૨૫ એરકન્ડીશન્ડ બસો મળતા શહેરમાં હવે કુલ ૫૦ બસો દોડશે. ૧૧૦ બસ સ્ટોપ પર પાટિયાં લગાવાયા છે, અન્ય બસ સ્ટોપ પર પાટીયા લગાવાઈ રહ્યા છે.

જામનગર શહેરમાં પ્રધાનમંત્રી ઈ-બસ યોજના હેઠળ શરૂ કરાયેલી એરકન્ડીશન્ડ સીટી બસ સેવાનો હવે વધુ વિસ્તાર થવા જઈ રહૃાો છે. કેન્દ્ર સરકાર તરફથી જામનગર મહાનગરપાલિકાને વધુ ૨૫ ઈ-બસો ફાળવવામાં આવતાં હવે શહેરમાં કુલ ૫૦ એરકન્ડીશન્ડ ઈ-સીટી બસો ઉપલબ્ધ બની છે. આ નવી બસોનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે.

ગત ૧૬ જૂનથી ૨૫ ઈ-બસો પાંચ રૂટ પર દોડી રહી છે. હવે વધુ ૨૫ બસો મળતાં શહેરમાં નવા સાત રૂટ ઉમેરવાની તૈયારી હાથ ધરાઈ છે. નવા રૂટ દ્વારા શહેરથી ૧૦થી ૧૫ કિલોમીટરના અંતરે આવેલા ધુંવાવ, અલીયાબાડા, નાઘેડી, લાખાબાવળ, દરેડ, મસીતીયા, કનસુમરા અને દડીયા જેવા ગામોને સીધી બસ સેવા સાથે જોડવામાં આવશે.

મહાનગરપાલિકાએ શહેરમાં નિર્ધારિત ૨૨૨ બસ સ્ટોપ પૈકી ૧૧૦ સ્થળોએ રૂટની માહિતી દર્શાવતા આધુનિક પાટિયાં લગાવવાની કામગીરી પૂર્ણ કરી છે, જ્યારે બાકીના સ્થળોએ પણ કામગીરી ઝડપથી ચાલી રહી છે.

હાલ શહેરમાં પાંચ મુખ્ય રૂટ પર દર ૩૦ મિનિટે ઈ-સીટી બસ ઉપલબ્ધ રહે તે રીતે સેવા ચાલી રહી છે. નવા રૂટ શરૂ થતાં જીઆઈડીસી વિસ્તાર, નવા વિકસતા રહેણાંક વિસ્તારો તેમજ શહેરને અડીને આવેલા ગામોના હજારો લોકોને સસ્તી, સુરક્ષિત અને એરકન્ડીશન્ડ જાહેર પરિવહનની વધુ સારી સુવિધા મળશે.

જામનગર શહેરમાં જાહેર પરિવહનને વધુ સુવિધાજનક અને પર્યાવરણમૈત્રી બનાવવા માટે ઈ-સિટી બસ સેવાના ૧૨ નવા રૂટ જાહેર કરવામાં આવ્યા છે. નવા રૂટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારો તેમજ આસપાસના ગામોને બસ સેવા સાથે જોડવામાં આવ્યા છે. જાહેર કરાયેલા રૂટ મુજબ બસ સેવા સવારે ૬:૩૦ વાગ્યાથી રાત્રે ૯:૩૦ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

નવા રૂટ અમલમાં આવતાં શહેરના મુસાફરો, વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને વધુ સરળ, સુલભ અને નિયમિત જાહેર પરિવહનની સુવિધા ઉપલબ્ધ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સિટી બસની તમામ રૂટની માહિતી મોબાઇલ એપ્લિકેશન પર ઉપલબ્ધ

સિટી બસની તમામ રૂટની માહિતી હવે મુસાફરોને મોબાઇલ એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ છે. આ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન બસ પાસની અરજી અને રિન્યૂઅલ, ઓનલાઈન ટિકિટ તથા પાસ બુકિંગ, નજીકના બસ સ્ટોપની માહિતી, લાઈવ સિટી બસ ટ્રેકિંગ, બસના આગમનના અંદાજિત સમયની જાણકારી તેમજ અન્ય અનેક મુસાફરલક્ષી સુવિધાઓનો લાભ સરળતાથી મેળવી શકાય છે. આ ડિજિટલ સેવા મુસાફરોની મુસાફરીને વધુ સરળ, ઝડપી અને સુવિધાજનક બનાવે છે.

નવા બાર રૂટમાં સમાવિષ્ટ વિસ્તારો

જાહેર કરાયેલા નવા રૂટમાં સાત રસ્તા સર્કલથી આમરા ગામ, રામેશ્વરથી મસીતીયા ગામ, સાત રસ્તાથી ચેલા ગામ, સાત રસ્તા સર્કલથી અલીયા ગામ, ઢીંચડાથી ટાઉનહોલ, પોલિટેકનિક કોલેજથી રણજીતસાગર ડેમ, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, સાત રસ્તાથી સાત રસ્તા (સર્ક્યુલર રૂટ), દરબારગઢથી દરેડ, આઈ.એન.એસ. વાલસુરાથી દરબારગઢ તથા ખીમલીયા ગામથી દરબારગઢ સુધીના રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વરસાદી માહોલ હોઈ લોકાર્પણનો કાર્યક્રમ લંબાયો

નવી બસો તાજેતરમાં ઈ-બસ ડેપો ખાતે પહોંચી ગઈ છે. ભારે વરસાદની આગાહીના કારણે લોકાર્પણ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે ટૂંક સમયમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ નવા રૂટની સત્તાવાર જાહેરાત પણ કરાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh