Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષોથી કબજો ધરાવતા હોવા છતાં કાનૂની હકકો જતા કરીને
સલાયા તા. ૩: સલાયાના રઘુવંશી લક્ષ્મીદાસ રામજીભાઈ વિઠલાણી પરિવારની ગૌ શાળા પાંજરાપોળ પ્રત્યેની સુંદર લાગણી સામે આવી છે. તેઓએ પિતા ભાડે રહેતાએ પાંજરાપોળના મકાનને પિતાના અવસાન પછી ટ્રસ્ટને કોઈ અપેક્ષા વિના સુપ્રત કર્યુ છે.
સલાયા ગામમાં મુખ્ય બજાર શાક માર્કેટ પાસે સલાયા ગૌશાળા પાંજરાપોળની એક જગ્યા જેમાં મકાન હતું એ ઘણા વર્ષોથી સલાયાના રઘુવંશી સ્વ.લક્ષ્મીદાસ રામજીભાઈ વિઠલાણી પાસે હતું. અને તે એ મકાનમાં રહેતા હતા. અને એમની પાસે એમનો વર્ષોથી કબજો હતો. થોડા સમય પહેલા એમના અવસાન બાદ એમના પરિવારના જ્યોતિબેન નરેન્દ્રભાઇ વિઠલાણી દ્વારા આ એમના પિતાનું મકાન જે સલાયા ગૌ શાળા પાંજરાપોળનું હતું. આ મકાન પાંજરાપોળના ટ્રસ્ટી કિશોરભાઈ તન્ના,દિનેશભાઈ દત્તાણી, પરેશભાઈ કાનાણી, દીપકભાઈ કાનાણી તેમજ આગેવાનોની હાજરીમાં એ પણ કોઇ જાતની કિંમત કે અપેક્ષા વગર વિનામૂલ્યે સોંપી આપેલ છે. આ સારા કાર્ય બદલ તમામ ટ્રસ્ટીઓ અને સલાયાવાસીઓએ એમને આ કાર્ય બદલ શુભેક્ષાઓ આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial